Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
પ્રબળ પુરુષાર્થ કરવા ઈશારે મળે છે. એની સાથે આજના કહેવાતા સભ્ય લેક સંસ્કૃતિને સભ્યતામાં ખપાવી તેને અર્થ જવું-પીવું, સારાં કપડાં પહેરવાં કે સારા મકાનમાં રહેવું, ભોગ-વિલાસ કે હિંસામાં રચ્યાપચ્યા રહેવું; મીઠી વાણી ઉચ્ચારવી કે ઉચ્ચ વિચાર મૂકવા કરે છે. તેવા પુરુષાર્થથી પણ દૂર રહેવાનું સૂચવ્યું છે. તે અંગે ગાથા આ પ્રમાણે છે:
"जे संखया तुच्छ परप्पवाइ ते पिज्ज दोषाणु गया परजझा। ए ए अहम्मे ति दुगुंछमाणो कंखे गुणे जाव सरीर भेउ ॥"
–જે કહેવાતા સંસ્કૃત લોકો છે, જે બીજાની નિંદા કરે છે, પિતાની સભ્યતાના અભિયાનમાં રાઓ ફરે છે, મોહ અને દ્વેષને અનુસરનારા છે. ઈન્દ્રિયોના વિષયોના ગુલામ છે, તેવા લોકો અધાર્મિક છે. એમ સમજી દેહ પડે ત્યાં સુધી ગુણયુકત સંસ્કૃતિની વાંછા કરે.
આજે સંસ્કૃતિના નામે બે શબ્દ જેવામાં આવે છે –પત્ય સભ્યતા અને પશ્ચિમાત્ય સભ્યતા. પશ્ચિમમાં civilization-નાગરિકતાને વધારે મહત્વ આપવામાં આવ્યું છે ત્યારે આ દેશમાં culture સંસ્કારને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. સભ્યતા કરતાં સંસ્કૃતિને વધારે વિચાર કરવાનો અર્થ એ નથી કે તેઓ સભ્યતા ભૂલી ગયા હતા; પણ સંસ્કૃતિને મેખરે રાખી હતી.
માણસની સામે ભવ્ય આદર્શ હોય તે તે તટસ્થ પણ રહી શકે અને તાદાત્મ (ઓતપ્રેત) પણ રહી શકે. એટલે જ સંસ્કૃતિના આ અંગે ઉપર વિશેષ વિચાર કરી ફરીને કરીએ છીએ. હવે અનાયાસઆયાસ તેમ જ તદ્દાઓ અને તટસ્થતા સંબંધી કેટલાંક ઉદાહરણ જોઈએ. સમ યુગનાં પ્રસંગો :
ભગવાન રામના જીવન પ્રસંગમાં એક પ્રસંગ એ આવે છે જ્યારે હજાનછ સીતાજીની શોધ કરવા જાય છે ત્યારે સીતાગિતામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com