Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
મહાભારત નો લખાત! પણ, નિસર્ગ–નિર્ભર માણસને અવ્યકત જગતનાં બળેની મદદ મળતી જ રહે છે. કવિ કલાપી કહે છે :
લાખે નિરાશામાં અમર આશા છુપાઈ છે. . બાહ્ય-પુરૂષાર્થ કરતાં અવ્યક્ત જગતને આંતરિક પુરૂષાર્થ વિશેષ હોય છે. માત્ર એ આંતરિક પુરૂષાર્થ ઉપર દઢ વિશ્વાસ હોવો જોઈએ.
ભગવાન કૃષ્ણના જીવનનો બીજો પ્રસંગ જૈન ગ્રંથની દષ્ટિએ બહુ જ ભવ્ય છે. કદાચ વૈદિક ધર્મનાં કૃષ્ણજીવનની વિગતથી એ જુદો પડે તો પણ તેમાંથી તવ તારવી લેવાનું છે. શ્રીકૃષ્ણ દ્વારિકા નગરી વસાવ્યા પછી યાદોને બે વાત સમજાવે છે:-(૧) પ્રજા ઉપર પ્રેમ રાખો ! (૨) દારૂ, જુગાર, માંસાહાર, વિલાસ-વૈભવ વગેરે દે દૂર કરે. તેમણે કહ્યું કે આ બે વાતોનું પાલન કરશો તે તમારે કઈ વાળ વાંકો નહીં કરી શકે, તેમ જ તમારા રાજાને ચિરકાળ સુધી ટકાવી શકશે.”
યાદવેએ તે વખતે તો હા પાડી, પણ પાછળથી એશઆરામમાં બધું ભૂલી ગયા. તેઓ જુગારી, દારૂડિયા, માંસાહારી અને વિલાસી બની ગયા. તેમ જ અંદર અંદર ઝગડવા લાગ્યા. એક વાર તેમણે
પાયન ઋષિને, દારૂ પીને હેરાન કર્યા. તેમણે શ્રાપ આપે. આ બધા કારણે સર દ્વારિકા નગરી વિનાશ થવા લાગ્યો. તે વખતે શ્રી કૃષ્ણ ઘોષણા કરાવી કે “જે કોઈ સન્યાસ માર્ગે જવા ઇચ્છે એની બધી કુટુંબ વ્યવસ્થાની જવાબદારી હું લઉં છું.”
એમ કહી શ્રીકૃષ્ણ વનમાં જવા લાગ્યા. કોઈએ કહ્યું: “આ દ્વારિકા નગરી તે ભડકે બળી રહી છે. યાદ કરી રહ્યા છે. છતાં, તમારા ચહેરા ઉપર કોઈ જાતની ઉદાસી નથી.” - શ્રી કૃષ્ણ કહે છે: “હું એમાં શું કરું? મેં બધી રીતને પુરુષાર્થ કર્યો છે, એમાં મારે કોઈ ઉપાય રહ્યો નથી !” . આ છે અનાયાસ-આયાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com