Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
त्यनदेकं कुलस्यायें, मामस्यायें कुलं त्यजेत् । ग्रामं जनपदस्यार्थे आत्मायें पृथिवीत्यचेत् ॥
–કુળ માટે એક વ્યક્તિને, ગામ માટે કુળને, દેશના હિત માટે ગામને અને વિશ્વાત્માઓના હિત માટે જમત છોડવું પડે તે છોડે! સિદ્ધાંત આવે ત્યાં તે જ મુખ્ય ગણાય; કુળ, ગ્રામ કે શ ત્યાં ગૌણ ગાણાય. એક બાજુ આદર્શ, ચેતન કે સિદ્ધાંત હોય, બીજી બાજ જ વાર, શરીર કે સગાંવહાલાં હોય તે ત્યાં સિદ્ધાંત, આદર્શ કે ચેતન ખાતર એ બધાંને તજવાં પડે તો તજવાં જોઈએ.
ગીતામાં કહ્યું છે કે – श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात्
-સ્વ એટલે આત્માના ધમની–ગુણેની–સંસ્કૃતિની દષ્ટિએ જ પસંદગી કરવી જોઈએ. જ્યારે માણસ પહાડની અણીને છેડે આવીને ઊભો હોય. એક બાજુ દરિયો હોય, બીજી બાજુ ખાઈ હોય ત્યારે ચાલવું ખરેખર બહુ કપરું હોય છે. એથી યે અઘરૂં તાદામ્પતાટસ્થ કે અનાયાસ–આયાસની કસોટી થાય ત્યારે ચાલવું છે.
અને સંસ્કૃતિની દષ્ટિએ જ નિર્ણય કર્યો અને માંગણી કરી છે “મને તે આપ જોઈએ છે !”
દુર્યોધનને તે સાંભળીને “હાશસારું થયું! ” એમ નિરાંત વળી. પણ એને ક્યાં ખબર હતી કે એકબાજુ અગ્યાર અક્ષૌહિણી સેના કરતાં પણ બીજી બાજુ એક કૃષ્ણની શક્તિ અનંતગણું વધારે હતી. શ્રીકૃષ્ણ હથિયાર વગર પણ જીવતાજાગતા પ્રચંડ શક્તિના પૂજ હતા.
અને અહીં અનાયાસ-આયાસ સચિત થાય જ છે, પણ સાથે સાથે શ્રીકૃષ્ણ કેટલા જાગૃત અને તટસ્થ હતા ? જે અને ભૂલ્યા હેત અને શ્રીકૃષ્ણને સામે પક્ષે ઊભા રહેવાનું થાત તો! કદાચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com