Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
(૨) અનાક્રમણ: આ સંસ્કૃતિની વિશેષતા એ છે કે તેણે કદી કોઈને ઉપર આક્રમણ કર્યું નથી, ઊલટું આક્રમણકારીઓને પિતાનામાં સમાઈ જાય એ રીતની ઉદારતા પ્રગટાવી છે.
(૩) તાદાસ્ય અને તાટસ્થ (૪) અનાયાસ-આયાસ (૫) માતૃપૂજા (૬) શીલ નિષ્ઠા (૭) સત્ય નિષ્ઠા (૮) પ્રામાણિક જીવન વહેવાર
આ આઠ અંગો ઉપર હવે પછી એક એક અંગની શું શું વિશેષતા છે અને તેણે દરેક યુગમાં કેવો ભાગ ભજવ્યો છે તે ઉપર ક્રમશ: વિચારણા કરશું.
ચર્ચા-વિચારણું
આજની ચર્ચા-વિચારણામાં વર્ગ સભ્યોએ ઘણી છણાવટ પછી એ વાત ઉપર જોર આપ્યું કે આ દેશમાં ભદ્ર સંસ્કૃતિ કરતાં સંત સંસ્કૃતિનો અખંડ પ્રવાહ જળવાઈ રહ્યો છે. એટલે જ અનાક્રમણ ગુણ પણ જળવાઈ રહ્યો છે. જો કે પુરોહિતોનું જોર વધ્યું અને તેઓ રાજ્યાશ્રિત થયા અને રાજાનું પ્રજા ઉપર શાસન જામી ગયું; છતાંયે સંત સંસ્કૃતિ મોખરે રહી છે. તેનું છેલ્લું પ્રમાણ ગાંધીજી છે. અલબત સંત ઉપરથી સન્યાસી અર્થ કાઢીએ; તે તેએ અનિષ્ટ સામે ઓછું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com