Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૪
રામનો પ્રસંગ :
રામ વનવાસ જાય છે. પિતા મૃત્યુ પામ્યા છે. હજુ શ્રાદ્ધ કરવાનું પણ બાકી છે. તેવા વખતે ભારત આવે છે. બધા સંમત થઈને રામને પાછા બોલાવવા જાય છે. રામ માતાની અને પિતાની આજ્ઞા માટે વનમાં જતા હતા. એ જ માતા અને પિતાની આજ્ઞા અયોધ્યામાં પાછા આવવાની થતી હતી. ગુરુએ પણ કહ્યું કે તમારું વચન પૂરું થાય છે. હવે પાછા ફરો. પણ રામ માનતા હતા કે જે સમાજ અવ્યક્ત રીતે મને જોઈ રહ્યા છે, જે વચનપાલનથી સંસ્કૃતિને વિકાસ થતો હોય તે બૌતિક સુખસગવડ માટે પાછા જવાય નહીં.
સ્વરાજ્ય વખતે ગાંધી જેલમાંથી છૂટયા કે ડે. હરિપ્રસાદ યાદી આપી કે બાપુ આપનું વચન છે કે સ્વરાજ્ય મળશે ત્યારે હું આશ્રમમાં પાછો આવીશ. તે, હવે પધારે ! આપનું વચન પૂરું થયું. પણ, ગાંધીજીએ કહ્યું કે સાચું સ્વરાજ્ય આવ્યું નથી એટલે મારે માટે આશ્રમ દૂર છે. નોઆખલી નજીક છે, ત્યાં જવાની પહેલી ફરજ છે.
માતા, પિતા, ગુરુ અને પ્રજા એ બધા સાથે આટલી બધી તદાત્મતા હોવા છતાં રામ ગયા નહીં, પિતાના શ્રાદ્ધ માટે પણ ગયા નહીં; પણ, પેલા જટાયુ જેવા પક્ષીના શ્રાદ્ધ માટે રોકાયા. યોગીઓને પણ દુર્લભ એવું પેલા ગીધ પક્ષીનું પિંડ તર્પણ કર્યું.
એજ એમને પ્રસંગ કે કેવી સાથેનો છે, જેણે તેમને વનની વિદાય આપી એ જ કૈકેયી ભરત સાથે આવીને રામને પાછા લાવે છે ત્યારે રામ સર્વપ્રથમ વંદન કૈકેયીને કરે છે. પુત્ર સૌથી પહેલું વંદન માને કરે. મોટાને કરે; પણ તેમાં સગીમાને પહેલાં કરે અહી ને રામ કૈકયીને ઓરમાન માને; જેણે વનવાસ આપ્યો હતો તેને વંદન કરે છે. કારણ કે, તેને કુટિલભાવ ચાલ્યો ગયે હતા; સરળભાવ આવી ગયા હતા. વળી તેને સંકોચ પણ રહેો હતો કે રામનું હૃદય જુનરમ થઈ ગયું હતું ત્યારે મારું હૃદય પત્થર થઈ ગયુ હતું. હવે હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com