Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
– પછી એ મા હોય કે પિતા હય, કુટુંબ હેય કે દેશ હોય ! કેયી કહે: “મેં બે વચન માગી લીધો છે. ભરતને ગાદી અને રામને વનવાસ !”
ભરતે પહેલાં માને વંદન કર્યા હતાં, પણ આ સાંભળીને કહે: “હું તારે વિરોધી સિદ્ધાંત મહાન છે. હે મા ! તારી આવી કુબુદ્ધિ હતી તો મને જન્મતાં જ મારી નાખે હેત તે સારું હતું !”
આમાં તાદામ્ય અને તટસ્થતા બને આવી જાય છે.
હવે આપણે આ વિષયને જરા વિશેષ ખુલાસાપૂર્વક જોઈએ...! ભરત માતાને વફાદાર હતા. મા બાળકને ચાહે અને બાળક માને ચાહે એ સ્વાભાવિક છે. પણ ભરતે જોયું કે માતા કર્તવ્યથી નીચે ઊતરી ગઈ છે; એટલે વિરોધ કર્યો. એના મોહના દેષને ટેકો ન આપે. આ વાત સમજવા જેવી છે. એક બાજુ પગ પૂજવા; આત્મીયતા રાખવી અને બીજી બાજ એ જ વ્યકિત સાથે અસહકાર કરવો એ સહેલું નથી. એ ભરત જેવા જ કરી શકે ! ગાંધીજીનો પ્રસંગ :
ગાંધીજી અને રળિયાત બહેનને પણ એવો પ્રસંગ છે. તેમને બહેન બહુ ગમતાં પણ બહેનને ગાંધીજી હરિજનોને અપનાવે એ ન ગમે “તમે આ હરિજન ભેગા રહે તે હું અહીં રહી શકીશ નહિ.
ત્યારે ગાંધીજીએ કહ્યું : “બહેન ! હું તો હરિજનેને આશ્રમમાં પહેલાં રાખવાને છું. તમે ભલે ખુશીથી જઈ શકો છે, તમારી સાથે પ્રેમ જરૂર રહેશે !” આ છે સત પુરુષની વિચારવાની રીત !
મહાદેવભાઈ ગુજરી ગયા ત્યારે ગાંધીજીની મુલાકાત થઈ ન હતી, પણ તેમની સમાધિ આગળ જતા ત્યારે ફૂલ ચડાવતા એટલો યાર હતે. મહાદેવભાઈને ગાંધીજી અને ગાંધીજીને મહાદેવભાઇ, બન્ને એકરસ હેય તેમ દેખાય ! તેમ છતાં ગાંધીજી એક વખત તેમને એટલે બધે ઠપકો આપે છે કે મહાદેવભાઈને થયું કે હવે હું આમની સાથે નહીં રહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com