Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
ભારતીય સંસ્કૃતિના યુગ:
પ્રાગ ઐતિહાસિક કાળ તરીકે ભારતીય સંસ્કૃતિના કાળને કષભ યુગ તરીકે ઓળખાવીએ તો વર્તમાનમાં જે ભારતીય સંસ્કૃતિ આપણી પાસે છે; તેને આપણે ચાર ભાગમાં વહેચી શકશું. સંસ્કૃતિના ગાળાને કાળ પાંચ હજાર વર્ષને માનીએ તે નીચે મુજબ વહેચણી થઈ શકશે –
(૧) રામયુગ ૧૨૫૦ વર્ષ (૨) કૃષ્ણયુગ ૧૨૫૧ થી ૨૫૦૦ વર્ષ (૩) બુદ્ધ-મહાવીર યુગ ૨૫૦૦ થી ૩૭૫૦ વર્ષ (૪) ગાંધીયુગ ૩૭૫૦ થી ૫૦૦૦ વર્ષ
રામયુગે રામાયણ આપ્યું છે, કૃષ્ણયુગે ગીતા અને મહાભારત આપ્યાં છે. બુદ્ધ મહાવીરના યુગે આગમ અને પિટક આપ્યાં છે, તેમજ ગાંધીયુગે ગાંધી-સાહિત્ય આપ્યું છે. હવે દરેક યુગની સંસ્કૃતિના પ્રતિનિધિ રૂપે આ સાહિત્યને ગણાવી શકાય. આમ દરેક યુગને સમય ગણુએ તે ભારતીય સંસ્કૃતિના પ્રવાહને વહેતા ૫૦૦૦ વર્ષ થઈ ગયાં છે. ભારતીય સંસ્કૃતિના આઠ અંગ:
ઉપર કહ્યા તે ચાર યુગોમાં ભારતીય સંસ્કૃતિને સળંગ પ્રવાહ કેવા સૂત્રે કે તરવોના આધારે વહેતો રહ્યો કે તે હજુ વહીજ રહ્યો છે તે ખાસ જોવાનું છે. આ એવી આધારશિલાઓ છે કે જેના ઉપર ભારતીય સંસ્કૃતિની ભવ્ય ઇમારતનું એવું ચણતર થયું છે જે પાંચહજાર વર્ષ સુધી ટકી રહ્યું છે.
આ આઠ અંગે આ પ્રમાણે છે:
(૧) વિશ્વકબિતાની ચતુરંગિણીઃ માતૃદેવો ભવ, પિતાભવ, આચાર્યદેવભવ, અતિથિદેવોભવ. ભારતના લોકજીવનમાં આ ચારે ભાવનાઓ આજે પણ ધબકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com