Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
અહીં પહેલાથી જ ભરવામાં આવી છે. એટલે જ અહીંના સંસ્કર્તાઓએ કેવળ પૃથ્વીને જ નહીં પણ ત્રણે લેકને સ્વદેશ કહીને બિરદાવ્યા છે –
- “ફેશો મુવત્ર'
ત્રિભુવન–ત્રણે લોક સ્વદેશ છે. તે સાથે જ ભારતીય સંસ્કૃતિના અમર ગાયકે ગાયું છે :
माता भूमिः पुत्रोऽहं पृथिव्याः –એટલે કે સમગ્ર વસુંધરા અમારી માતા છે અને અમે એ ધરતીમાતાના પુત્ર છીએ. આ નાદ જેને આખું વિશ્વ પિતાનું લાગે તેજ ગજવી શકે અને તે જ જોઈ શકે કે –
“યત્ર વિશ્વ મત્યેનિ' -જ્યાં આખું વિશ્વ એક માળા રૂપે બને છે. આ કેવળ લોકોમાં કે સાહિત્યમાં રહેલી વાત નથી પણ ભારતીય સંસ્કૃતિની વિશેષતા ભરેલી ઉજજવળ પરંપરા છે.
પ્રારંભમાં આર્ય લોકો જ્યારે હિંદમાં આવ્યા ત્યારે અહીં વસતી નાગ - અસુર તેમજ દક્ષિણની દ્રાવિડ વ. અનાર્ય જાતિ સાથે પરસ્પરના વહેવારમાં અંતર જોઇને અસહિષ્ણુતાના કારણે અથડામણો થઈ હશે; પણ બાદમાં તે આ જાતિના લોકોએ અહીં વસતી પ્રજાઓ સાથે એ સમન્યાય કર્યો કે આજે આર્ય અને અનાર્ય જેવા ભેદે રહ્યા નથી. તેમણે પરસ્પર પ્રેમ અને મિત્રી સંબંધ સ્થાઓ અને એક બીજાની સાથે સંપથી રહેવાનું તેમને શીખવ્યું; તેમજ રહેણી-કરણમાં પણ સુધારે કર્યો. આમ આર્ય—અનાર્યને સમન્વય એ ભારતીય સંસ્કૃતિના પ્રથમ ચરણે થયો. આર્યોએ પણ અનાર્યના દેવ મહાદેવ વ.ને પણ પૂજનીય માની તેમના પ્રતિ આદર રાખવાનું સૂચવ્યું.
પ્રાચીન આર્યોએ જયારે સિધુ અને ગંગા નદીની ખીણમાં વસવાટનો પ્રારંભ કર્યો અને રાજઓએ ચક્રવર્તીપણું મનાવવા માટે પ્રયાસ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com