________________
સ્વ. શ્રી વર્ધમાન માનચંદ શાહ
જેઓની સુચનાથી આ ગ્રંથના પ્રકાશનનું પવિત્ર કાર્ય મેં સ્વીકાર્યું તે મારા બનેવી સ્વર્ગસ્થ શ્રી વર્ધમાન માનચ દ શાહની છબી અહીં આપીને હું તેઓના મારા પરના ધાર્મિક ઉપકારના ત્રણમાંથી કિંચિત્ મુક્તિ અનુભવું છું.
સ્વ. શ્રી વર્ધમાનભાઈને જન્મ શિહેર (સૌરાષ્ટ્ર)માં વિ. સં. ૧૯૭ર માગસર સુદ ૧૪ના થએલ. નાની ઉમરમાં રમત કરતાં કરતાં તેઓને ભૂમિમાથી એક જિનપ્રતિમા મળેલ. તેઓ અત્યંત ધાર્મિક પ્રકૃતિના હતા.
જિનબિંબની પ્રતિષ્ઠા વગેરે અનેક સત્કાર્યો તેઓએ કરેલ. તેઓ મુંબઈમાં વિ. સં. ૨૦૩૦ માગસર સુદ ૩ના સમાધિ પૂવક સ્વર્ગવાસ પામેલ.
તેઓનું જીવન જિનપૂજા, તપ, ત્યાગ, સેવા વગેરે અનેક ગુણેથી સમૃદ્ધ હતું.
– જયસુખલાલ નાગરદાસ શાહ