Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના આવા ગુણગણસંયુક્ત પશાસ્ત્રવેત્તા શ્રી વિજય રત્નસૂરિજીને શ્રી વિજયપ્રભસૂરિજીએ સંવત ૧૭૩૨માં સૂરિપદ આપ્યું અને પોતે ધ્યાનારૂઢ થઈ સંવત ૧૭૪૯માં સ્વર્ગે સીધાવ્યા. ત્યારપછી રત્નસૂરિજીએ ભટ્ટારક શ્રી વિજયઆનંદવિમલસૂરિજીથી યાવત્ શ્રી વિજયદેવસૂરિજી પ્રમુખ પૂર્વાચાર્યોએ પ્રસાદ કીધા માસકલ્પાદિ સાધુમર્યાદાના પ૭ બોલના પટ્ટ પ્રસિદ્ધ કરીને ગચ્છમાં તીક્ષ્ણ મર્યાદા પ્રસરાવી. જે સાધુ શિથિલ થયા તેમને ગચ્છબહાર કર્યા. ગચ્છબહાર કરેલા શિથિલ સાધુ મેવાડ-માળવામાં જઈને રહ્યા. ઉદયપુર પ્રમુખ મોટા શહેરોમાં તો વિજય રત્નસૂરિજીના આજ્ઞાનુવર્તી, શુદ્ધસંયમપાલક સાધુઓ જ રહેતા. તે જ અવસરે ઉદયપુરમાં મારવાડના સાગરશાખાવાળા ચોમાસુ હતા. ત્યારે ચંદ્ર, સાગર, કુશલ વગેરે શાખાના આશરે ૧૫૦ શિથિલ સાધુઓએ સાથે મળીને વિચાર કર્યો કે એ આચાર્ય યશોવિજય ઉપાધ્યાયને પણ હિસાબમાં ગણતા નથી, તો આપણને શાના ગણે? માટે આપણે બીજા આચાર્ય કરીએ. ત્યારે ત્યાંના કેટલાક શ્રાવકોની મદદથી ઉદયપુરના રાણાને આ વાત જણાવી તેમનો અડધો હા-કારો (હકાર) લઈ નવા આચાર્ય સ્થાપવાનો વિચાર કર્યો.
આ વાતની ખબર અમીવિજયજી નામના મારવાડમાં વિચરતા સાધુને પડી. તેમણે તમામ હકીકત પત્રમાં લખીને વિજય રત્નસૂરિજીને જણાવી. તે પત્ર વાંચીને રત્નસૂરિજીએ ૫૧ સમર્થ સાધુઓ સાથે ઉદયપુર તરફ વિહાર કર્યો. અને બીજા સાધુઓને આદેશ આપ્યો કે તમે વૈશાખ વદી એકમ પહેલાં ઉદયપુર પહોંચી જજો. ઉગ્ર વિહાર કરી વિજય રત્નસૂરિ ગોધૂલીક વેળાએ ઉદયપુરમાં પ્રવેશ્યા. શ્રી શીતલનાથ જિનાલયે દર્શન કરી ઉપાશ્રયમાં પ્રવેશતી વેળા નિસિપી અને આવસ્યહિ એ શબ્દ ઊંચા અવાજે બોલ્યા. ત્યારે પડિક્કમણામંડળ કરી બેઠેલા પાર્થસ્થા સાધુઓ તે શબ્દ સાંભળીને ઉપાશ્રયમાં જુદી જુદી દિશામાં નાસી છાનામાના બેસી રહ્યા. રત્નસૂરિજી પ્રતિક્રમણ કરી પાટ ઉપર બિરાજયા. શ્રાવકોને ખબર પડતાં સૌ વાંદવા માટે આવ્યા. આચાર્યની ધર્મદશના સાંભળી તે સર્વ શ્રાવક આચાર્યની આજ્ઞામાં થયા. બીજા દિવસે ઉદયપુરના રાણા પણ વ્યાખ્યાનમાં