________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
૫૫ પૂજ્યશ્રીએ સિદ્ધહેમ વ્યાકરણ ઉપર ખૂબજ પ્રભુત્વ મેળવેલ અને સિદ્ધહેમ શબ્દાનુશાસનની બુડદ્ધતિને અનેક - તાડપત્રીય પ્રતો આદિ સાથે મેળવી શુદ્ધપાઠ સાથે મૂલમાત્ર છપાવી અને આનંદાધિની નામે સુંદર વિદ્રોગ્ય ટીકા લખી વિદ્વાનોમાં પણ અગ્રગણ્ય સ્થાન મેળવ્યું. પૂજ્યશ્રીની પ્રતિભા, વાણી શક્તિ, પડછંદ કાયા મહારી મેઘ જે ગંભીર બુલંદ અવાજ સાથે ત્યાગ-તપ-સંયમનું ઓજસ્વી બળ સંઘમાં અનેક ધર્મકાર્યોની પરંપરા વધારનાર - બન્યું. પૂજ્યશ્રીના ઉપદેશથી માલવામાં ઉજનની જે પુણ્ય ભૂમિમાં વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામિના શાસન કાળમાં શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીઅ નવપદજીની ચિરસ્મરણીય આરાધના કરેલ તે સ્થાને સાવ જીણું વેરાન ખંડેર જેવું થઈ ગએલ તેને આમૂલચૂલ ઉદ્ધાર કરાવી શ્રી સિદ્ધચકારાધન તીર્થની પુનઃ સ્થાપના સ્થાપી. ભવ્ય ધર્મશાળા, આ બેલ ખાતું, જ્ઞાનમંદિર, ભોજનશાળા; ઉપાશ્રય આદિના નિર્માણ સાથે શ્રીપાલ-માયણ સુંદરીની નવપદ આરાધનાની ભૂમિ સાથે સંલગ્ન પ્રાચીન ૬-૭ દહેરાસરને જીર્ણોદ્ધાર શ્રી કેશરીયાજીની દેહપ્રમાણ તેજ વર્ણની નવી પ્રતિમા ભરાવી તેની સ્થાપના કરી; જે પ્રતિમા સમક્ષ શ્રીપાલ મહારાજા અને મયણા સુંદરીએ આરાધના કરેલ તે પ્રતિમાજી હાલ પૂલેવામાં કેશરીયાજી તરીકે પ્રખ્યાત છે એ લોકોકિતને ચિરંજીવ બનાવી. આખા ઉજજૈન જન સંઘને પણ ધાર્મિક દૃષ્ટિએ જીણોદ્ધાર થયો. માળવામાં પણ અનેક ગામોમાં જૈનધર્મ—શાસનની ઝાંખી બનેલી છાયાને તેજસ્વી બનાવી. પૂજ્યશ્રી પાલીતાણામાં પૂ. આગમ દ્ધારક આચાર્યદેવ શ્રીના વરદ હસ્તે વિ.સં. ૧૯૯૮ માં ગણી પદ તથા પંન્યાબળદવી અપાવેલ અને આચાર્યપદવી વિ.સં. ૨૦૦૭ના મહાસુદ ૧૩ ના મંગળદિને પૂ. ગચ્છાદ્વિપતિ - આચાર્યદેવશ્રી માણિકય સાગર, સૂરીશ્વરજીના વરદ હસ્તે સુરત ગોપીપુરામાં મહત્વપૂર્વક અપાએલ
પૂજ્યશ્રી વધ્યમાન આંબિલતપની નવકારના અડસઠ અક્ષર પ્રમાણ ૬૮ ઓળી કરેલ શ્રી નવપદજીની એળી ૧૧૪ કરેલ પૂ. અ. આગમ દ્વારકશ્રીના વ્યાખ્યાનોના પ્રચાર-પ્રચાર માટે “સિદ્ધચક્ર” માસિકનું સંપાદન વિ.સં. ૧૯૮૬થી ૧૯૮૯ તથા વિ.સં. ૨૦૦૩થી ૨૦૧૮ સુધી કરેલ. આ સિવાય ઢગલાબંધ ગ્રન્થ સંપાદિત કર્યા નવા પણ ઘણા લખ્યા છે.
પૂજ્યશ્રીને સ્વર્ગવાસ વિ.સં. ૨૦૧૯ ફાગણ વદી ૬ દિને સુરતમાં સમાધિપૂર્વક થયો. પૂજ્યશ્રીના શિષ્ય પ્રશિષ્યોમાંથી હાલ ૪૫ થી ૫૦ શિષ્ય પ્રશિષ્યો વિચરી રહ્યા છે.
શ્રી મહેન્દ્ર જૈન પંચાંગના પ્રણેતા આચાર્યશ્રી વિકાસચંદ્ર સુરીશ્વરજી
રાધનપુરમાં ધર્મનિષ્ટ શ્રી કેશરીચંદ જસરાજને ત્યાં ૧૯૫૫ના ભાદરવા સુદ ૧૧ના રોજ માતા પાર્વતીની કક્ષાએ પુત્ર રત્નને જન્મ થયો. ફઈબાએ ભેગીલાલ -નામ રાખ્યું. ભાઈ ભેગીલાલને બે બહેને જેકેરબહેન અને શકરીબહેન તથા એક ભાઈ મણીલાલ હતા. ૧૯૬૫માં પિતા સ્વર્ગે સિધાવ્યા, ભાઈ ભેગીલાલને પિતાના અવસાનથી સંસારની અસારતા લાગવા માંડી. ૧૯૬૬માં પૂ મુનિરાજ શ્રી વલભવિજયજી (આચાર્ય) રાધનપુર પધાર્યા. તેમના સુધા ભર્યા વ્યાખ્યાને સાંભળી ભેગીભાઈને ત્યાગ માગની ભાવના જાગી, પણ કુટુંબની જવાબદારી માટે ચિંતિત રહેવા લાગ્યા. વડોદરા કલા ભુવનમાં સીવીલ એજીનીયર થયા. ૧૯૭૦માં માતાજીની વીનવણીથી મણીબહેન સાથે તેમના લગ્ન થયાં. સિરોહી રાજ્યમાં અને પાલણપુરમાં સુપરવાઈઝરનું કામ કર્યું અને યશ મળ્યો. ૧૯૭૩માં પત્નીને સ્વર્ગવાસ થયો. દંપતીજીવન રોળાઈ ગયું. મુંબઇ કામ માટે ગયા. ત્યાં પુ. આ ચાર્ય શ્રી વિજયવલલભસૂરિજીના વ્યાખ્યાનથી આકર્ષાયા. ૧૯૮૧માં માતાજી પણ સ્વર્ગે સીધાવ્યાં. ત્યાગ ભાવના દૃઢ થઇ. ૧૯૮૨ના જેઠ સુદ ૩ના બીલીમાં પુ. આચાર્યશ્રીના મંગલ રસ્તે દીક્ષા થઈ. તેમનું નામ વિકાસ વિજયજી રાખવામાં આવ્યું. જયપુરની વેદશાળા અને યંત્રરાજ જોઈને ગણિત ને જોતિષનો અભ્યાસ કર્યો. ૧૯૩૫માં ગુરુદેવના આશીર્વાદથી પ્રથમ મહેન્દ્ર જન પંચાગ શરુ કર્યું, ૩૫ વર્ષથી તે માટે આવિરત કાર્ય કરતા રહ્યા. મહેન્દ્ર જન પંચાગનો રજતજયંતી મહોત્સવશ્રી માન શેઠશ્રી કસ્તુરભાઈના પ્રમુખસ્થાને અમદાવાદમાં ઉજવાયો. તેમને અભિનંદન પત્ર આપ-વામાં આવ્યું. વિદ્વાને તેમને આ અદ્વિતીય કાર્યની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી. તેમને અમદાવાદમાં આચાર્ય પદવી આપવામાં આવી ૨૦૨૩માં સાદડીમાં ૭૩ વર્ષની ઉંમરે તેઓ કાળધર્મ પામ્યા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org