________________ જન્મભૂમિ અને પિતૃકુળ. વગેરે કાર્ય જ પોતાના જીવનનું મુખ્ય વ્રત હતું, તે કાર્યને કરવા લાગ્યા તે જેમ સાંદર્યમાં અદિતીય હતા, તેમ વિદ્વાન અને ક્ષમાશીલ હતા; ગર્વ કોને કહે છે, તે વાત શિવગરના જાણવામાં નહોતી, સર્વદા વિનય નમ વ્યવહા૨દ્વારા, સાધારણ માણસને પરિતોષ ઉત્પાદન કરતા હતા. એવી રીતે પ્રતિ સ્મૃતિ વિહિત વૈધકર્મના અનુષ્ઠાનમાં, તેના દિવસ , ઉપર દિવસે, ભાસ ઉપર માસ, વર્ષ ઉપર વર્ષો અતિવાહિત થવા લાગ્યા ક્રમે ક્રમે તેની વાર્ધકય દશા આવી પહોંચી. પણ પુત્ર મુખ જેવાનું તેના અદષ્ટમાં ઘટયું નહિ. પુત્ર પેદા ન થવાથી શિવગુરૂ બીલકુલ દુખિત થવા લાગ્યા. ગાયો ઉપર, સોના ઉપર, શસ્યશાલિની ભૂમિ ઉપર, મનોહર ઘરબાર ઉપર તથા બંધુ જનના સમદર વિગેરે ઉપર તેનું ચિત્ત અપ્રસન્ન થવા લાગ્યું. જન્મ. એક દિવસે તે વ્યાકુળ મનથી પોતાની પત્નીને કહ્યું. " પ્રિયે ! આપણા શારીરિક સામર્થ્યની સાથે આપણી ઉમર અર્ધ અતિવાહિત થઈ. જે આ લોકમાં એકાંત સુખકર છે તે પુત્ર મુખ આપણેઆજ સુધી જોઈ શક્યાં નથી. હજી જે આપણે પુત્રમુખ જોવાનું ઘટે તે આપણું મરણ સુખકર થાય. પણ હું નિરંતર ચિંતાકુળ રહેલો છતાં પુત્રમુખ જેવાને કોઈ પણ ઉપાય નિર્ધારિત કરી શકતો નથી. હાય ! હાય ! આપણો જન્મ બીલકુલ વિફળ અને નિરર્થક થયો. લોકમાં પુત્રહીન માણસનો જન્મ કલહીન વૃક્ષ જેવો ગણાય છે. " પતિનાં વચન સાંભળી, શિવગુરૂની પત્નીએ કહ્યું? " નાથ આપણે ચાલે ! મહાદેવના શરણાગત થઈએ. મહાદેવની સેવા કરવાથી નિશ્ચય આપણી ઈષ્ટ સિદ્ધિ થાશે. મહાદેવ ભક્તના અભીષ્ટપૂરણમાં કલ્પતરૂ સરખા છે. મહાદેવની આરાધનાથી સઘળ અભીષ્ટની સિદ્ધિ થાય છે. મહાદેવના આરાધનથી ઉપમન્યુએ સૌભાગ્ય મેળવ્યું " શિવગુરૂ પાનીનાં વચન સાંભળી, પુત્ર લાભ સારૂ ચંદ્રશેખરની આરાધનામાં અભિલાષી થયો. તેણે પાસેની એક નાની નદીમાં ઉનાન કરી જલમાંજ મહાદેવની ઉપાસના કરી. કેટલાક દિવસ કંદમૂળનો આહાર કરી મહાદેવની પૂજા અને ધ્યાનમાં આસકત રહ્યો. શિવગુરૂની પત્નીની પ્રકૃત્તિ બીલકુલ નિર્મળ હતી. તેણે જુદા જુદા નિયમવાળા ઉપવાસ વગેરેનાં કષ્ટ ભોગવી, નિરંતર : P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust