________________ 118 ભગવચ્છકરાચાર્ય ચરિત. બોદ્ધ ધર્મમાં અનુરાગ પ્રયુકત. પાખંડી આચારવ્યવહાર પકડી રહ્યા હતા. તેઓને અદ્વૈતમતમાં દીક્ષિત કરી. શંકર શિષ્યો સાથે પશ્ચિમ સાગરના ઉપકુળ ઉપર રહેલી. સૌરાષ્ટ. નગરીમાં આવ્યા. તે નગરીને સાગરનું અત્યંત નિકટપણું હતું. તેથી મુદ્રની તરંગ માળા તેના પ્રાંત ભાગને ધોતી હતી. એ નગરમાં પાસેના મહા.. સમુદ્રના મોજાને મોટો અવાજ સાંભળવામાં આવતો હતો, શંકરે. સાગરના જલમાં સ્નાન કર્યું, અને પાસેના શિવાલયમાં પેસતાં શિવમૂર્તિનું દર્શન કરી, શંકર શિષ્યો સાથે તે સ્થાને રહેવા લાગ્યા. અને ત્યાં શિષ્ય લોકોને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કરવા લાગ્યા. એ નગરમાં શિવ નીલકંઠ નામનો એક બ્રાહ્મણ પંડિત રહેતો હતો. તે સમયે તે રથળે શિવ નીલકંઠ જેવો બીજો કોઈ પ્રધાન દાર્શનિક નહોતો, તેણે અનેક ગ્રંથે રમ્યા હતા. અને તેણે બ્રહ્મસૂત્ર ઉપર " શિવ તત્પર નામનું એક ભાષ્ય રચ્યું હતું. શંકરના આગમનની વાત ત્યાં પ્રચારિત થઈ. એક શૈવ નીલંકંઠને શિષ્ય નીલકંઠ પાસે આવી બોલ્યો. હે ગુરૂ ! શંકર ! નામનો એક ચતિ. આપના ઉપર શાસ્ત્રમાં જર્ય કરવા અહી આવેલ છે. તે આં- હીના શિવાલયમાં રહેલ છે, આપ તેની ઉપેક્ષા કરશો નહિ! શાથી કે એ યતિએ ભટ્ટપાદન મત પરિવર્તિત કર્યો છે અને મંડન મિશ્ર જેવા પ્રધાન પંડિતને તેણે વાદમાં પરાસ્ત કર્યો છે. મંડનમિશ્ર તેના મતના દીક્ષિત થઈ. . સંન્યાસી થયો છે" શિષ્યના વચન સાંભળી નીલકઠે કહ્યું, “વત્સ ... તે નિશ્ચિત રહે છે. એ ચતિ, જે સાગરને શુષ્ક કરે, અથવા આકાશમાંથી , કે સુર્યદેવને પૃથ્વી ઉપર લાવે તો પણ મારા મતનું તે પરિવર્તન કરી શકે તેમ ? નથી. એથી ચાલ.! આપણે તેની મુલાકાત લઇએ " ત્યારપછી નીલકંઠ શિષ્યો સાથે શંકરની પાસે આવ્યો. નીલકંઠ હવેતવર્ણવાળી ભમઠારા , શરીરે પરિવ્યાપ્ત હતા. તેના કંઠમાં રૂદ્રાક્ષની માલા હતી. તે જેવો દાર્શનિક. હતા તેવોજ શૈવમતનો પારગામી હતો. તેના શિષ્યો પણ પંડિત અને સારી વિધાવાળા હતા. નીલકંઠ, શકરની પાસે આવ્યો અને તેણે પ્રથમ પોતાના પક્ષનું સંસ્થાપન કર્યું, તેણે કહ્યું, " શિવજ એક માત્ર ઉપાસ્ય દેવ છે અને તે જ મોક્ષનું કારણ છે તેણે પોતાના પક્ષમાં વિસ્તારવાળાં વેદદકિત પ્રમાણ આપી, પોતાના મતની વિસ્તૃત વ્યાખ્યા કરી. એ સાંભળી શંકરનો પ્રધાન શિષ્ય સુરેશ્વર નીલકંઠની સાથે શાસ્ત્રવાદમાં પ્રવૃત્ત થયો. ત્યારે નીલકંઠ નિષેધ કરી બોલ્યા “જ્ઞાનિવર ! હું તમારી બુદ્ધિ કશળથી વાકેફ ગાર છું એથી હું તમારી સાથે વિવાદ કરવા ઇચ્છતો નથી. યતિવર શંકર ખુદ મારા પૂર્વ પક્ષનું ખંડન કરવા અગ્રસર થાઓ " એ સાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust