Book Title: Bhagwan Shankaracharya Charit
Author(s): Savailal Chhotamlal Vora
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 225
________________ ભગવછંકરાચાર્ય ચરિત. અપતિ અને અનુલદ્ધિ ભેદે છ પ્રકારનું છે. એ જ પ્રમાણથી પદાથેની સિદ્ધિ હોય છે. એ છે પ્રમાણુ શિવાય બીજું પ્રમાણ નથી. પૌરાણિક કે સંભવ અને ઇતિરા નામનાં બીજા બે પ્રમાણ માને છે. એ છ પ્રમાણદ્વારા બુદ્ધિમાન લેક ઐહિક અને પારત્રિક સુખ સંભેગાદિકમાં અસ્થિરપણાના દોષને જોઈ પરમ સુખ સ્વરૂપ પરાત્પર પરબ્રહ્મપ્રાપ્તિ સારૂ તત્સાધની ભૂત તત્વજ્ઞાનના ઈચ્છનાર થઈ તેના ઉપાય સ્વરૂપ શ્રવણુ મનન, નિદિધ્યાસન અને સમાધિનું અનુષ્ઠાન કરવા પ્રત થાય છે. ષડવિધ લિંગદ્વારા સઘળા વેદાંતના પરબ્રહ્મમાં તાત્પર્યા વધારણને શ્રવણ કરે છે એ ષડવિધ લિંગનું પ્રથમ લિંગ ઉપકમ વા ઉપસંહાર. દ્વિતીયલિંગ અભ્યાસ, તૃતીયલિંગ અપૂર્વતા, . ચતુર્થ લિંગફલ. પંચમલિંગ અથવાદ અને ષષ્ટલિંગ ઉપપત્તિ. જે પ્રકરણમાં જે વિષય પ્રતિપાદિત કરવાનું હોય તે પ્રકરણમાં આદિમાં અને અંતમાં તે વિષયના ઉપકીર્તનને યથાક્રમે ઉપક્રમ અને ઉપસંહાર કહે છે. પ્રકરણના પ્રતિપાદ્ય વિષયનું વારંવાર કીર્તન કરવું તેનું નામ અભ્યાસ છે. પ્રકરણ પ્રતિપાદ્ય અર્થની પ્રમાણપતરદ્વાર અપ્રાતિને અપૂર વતા કહે છે. પ્રકરણ પ્રતિપાદ્ય અર્થના અનુષ્ઠાનની ફલશ્રુતિને ફલ કહે છે. પ્રકરણ પ્રતિપાદ્ય અર્થની તે પ્રકરણમાં થાતી પ્રશંસા ને અર્થવાદ કહે છે, તે પ્રકરણમાં પ્રતિપાદ્ય અર્થની સંભાવ્યતાના પ્રતિપાદનના અર્થે થાતી યુક્તિના ઉપન્યાસને ઉપપત્તિ કહે છે. ઉપર કહેલી રીતે શ્રુત અદ્વિતીય પરબ્રહ્મનું વેદાંતનુ ગુણ યુક્તિદ્વારા અનવસ્ત ચિંતન કરવું તેનું નામ મનન છે. દેહાદિક વિવિધ વિષયક પરંપરાને પરિત્યાગ કરી એક માત્ર અતિય બ્રહ્મ વિષયક બુદ્ધિ ધારાને નિદિધ્યાસન કહે છે - સમાધિ, સવિકલપક અને નિર્વિકલ્પક ભેદે બે પ્રકારની છે. જ્ઞાન 3ય અને જ્ઞાન ઈત્યાદિ વિકલ્પના વિલય નિરપેક્ષ અથવા તત્સાપેક્ષ પરબ્રહ્મ વસ્તુમાં નિવિષ્ટ ચિતની સ્થિરતા તે યથાક્રમે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227