________________ 198 ભગવચ્છકરાચાર્ય ચરિત. ~ ~ કે બ્રહ્મજ સત્ય અને નામ રૂપાત્મક જગત્ મિથ્યા છે. - સત, ચિત અને આનંદ એ બ્રહ્મનું સ્વરૂપ. એ ત્રણજ અંશ જગના પ્રત્યેક પદાર્થમાં અનુસ્મૃત. જગને કોઈપણ પદાર્થ, સત્ ચિત્ અને આનંદ વર્તન નથી. મૃત્તિકા જેમ ઘટ શરાવ વિગેરેમાં અનુસ્મૃત, તંતુ જેમ વસ્ત્રમાં અભિન્નભાવે વિરાજીત છે તેમ સત્ ચિત્ આનંદ સ્વરૂપ બ્રહ્મ જગના પ્રત્યેક અંશમાં અણુ પરમાણુમાં અભિન્નભાવે રહે છે, મારી સમીપે જે સુંદર ચિત્ર રહેલું છે. એ પદાર્થ, સત ચિત આનંદનામ અને રૂપ એ પાંચ અંશની સમષ્ટિ છે. તે સિવાય બીજું તેમાં કાંઈ નથી, હું એ જે ચિત્ર દેખું છુંએ દર્શનાત્મક જ્ઞાન તેને “ચિદંશ” છે એ ચિત્ર, મારી સંમુખે રહેલ છે એવી જે તેની વિદ્યમાનતા એ તેને “સદંશ છે” એ ચિત્ર દેખવામાં સુંદર છે એટલે મને પ્રિય લાગે છે એ પ્રિયતા તેને " આનંદાંશ” છે. ચિત્રમાં એ ત્રણ અંશ સત્ય છે અને નામ રૂપ મિથ્યા છે. એ પાંચ અંશ શિવાય ચિત્ર બીજુ કાંઈ નથી. જગના પ્રત્યેક પદાર્થ જ એ પાંચ અંશની સમષ્ટિ શિવાય બીજું કાંઈ નથી. એપાંચમાં સત્ ચિત અને આનંદ સારાંશ છે અને નામ તથા રૂપ અસાર છે, શાથી કે પદાર્થનું નામ તથા રૂ૫ ચાલ્યું જાય છે. પરિવર્તિત થાય છે. પણ સત્ ચિત અને આનંદ એ ત્રણ અંશ પદાર્થમાંથી ચાલ્યા જાતા નથી. પરિવર્તિત થાતા નથી. વિશેષ વિવરણુ ભગવાન શંકરાચાર્ય કૃત વ્યાસસૂત્રના શારીરક ભાગમાં જેવું. ભગવછંકરાચાર્ય ચરિત સમાપ્ત. સમાપ્ત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust