Book Title: Bhagwan Shankaracharya Charit
Author(s): Savailal Chhotamlal Vora
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 224
________________ શાંકરદશન. 195 ་་་་་་་་འའའའའའའ་འག བ અને દુકૃતનાં ફળ આપતાં છેવટે જગતને પ્રલય કરે છે. પ્રલય ચાર પ્રકારનો છે, નિત્ય, પ્રાકૃત, નૈમિતિક અને આત્યંતિક, જે અવસ્થામાં અત્યંત નિદ્રાભિભૂતે આસામી ઘટ પટ્ટ વિગેરેના જ્ઞાનથી રહિત થાય છે તે અવસ્થા સુષુપ્તિને નિત્ય મલય કરે છે એ નિ ય પ્રલય થાતાં ધમ વા અધર્મ, સંસાર અને લિંગ શરીર વગેરે માત્ર કેટલાક પદાર્થ, કારણરૂપે રહે છે. અને સઘળી વસ્તુનો પ્રલય થઈ જાય છે. કિંતુ એ નિત્ય પ્રલયરૂપ સુષુપ્તિને ભ ગ થવાથી પુનવર અગાઉના જેવો સંસાર પેદા થાય છે. એથી કરી એ પ્રલયનો અનુભવ થાતું નથી. જીવની જાગૃત, સ્વમ અને સુષુપ્તિના ભેદે ત્રણ અવસ્થા છે. તેઓમાં નિત્ય પ્રલય સ્વરૂપ સુષુપ્તિ જ સઘળા કરતાં ઉત્કૃષ્ટ છે, એ અવરથામાં જીવન પરબ્રહ્મભાવ ઉપસ્થિત થઈ કેવળ પરમાનંદનેજ અનુવભ હોય છે, તે કાળે બીજા કોઈ વસ્તુ અનુભૂત થાતી નથી, કાર્ય બ્રહ્માના લય નિબંધન સઘળા કાર્યના વિલયને પ્રાકૃત લય કરે છે, એવી રીતથી માત્રાત્મક પ્રકૃતિમાં જે લય હોય છે તેથી તે પ્રાકૃત લય કહેવાય છે, ઉપર કહેલા કાર્ય બ્રહ્માના દિવાવ જ્ઞાનનિમિ. તક રૈલોકયના લયને નૈિમિત્તિક પ્રલય કહે છે, નૈમિતિક પ્રલયનું પરિમાણ ચાર હજાર યુગ વર્ષનું છે. બ્રહ્મ જ્ઞાન નિમિતક પરમ મુક્તિની પ્રાપ્તિને આત્યંતિક પ્રલય કહે છે. બ્રહ્મજ્ઞાનદ્વારા સંસારનું મુલ કારણ મૂળા જ્ઞાન નિવૃત થવાથી સંસારા વા સ્થિતિની અથવા પુનરૂપતિની સંભાવના રહેતી નથી. પહેલાં પૃથ્વીને લય જલમાં થાય છે જલનો લય તેજમાં થાય છે તેજનો લય વાયુમાં થાય છે. વાયુને લય આકાશમાં થાય છે આકાશને લય જીવના અહંકારમાં થાય છે. અંહકારને લય હિરણ્ય ગર્ભના અહંકારમાં થાય છે અને તેનો લય અજ્ઞાનમાં થાય છે, એવી રીતને કાર્ય લય થાતાં કેમે કારણને લય થાય છે એવી રીતનો લયક્રમ વિષ્ણુ પુરાણ વિગેરેમાં કહેલ છે. આ મતમાં પ્રમાણ, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ - P.P.AC. Gunratnasuri M.S.' Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227