Book Title: Bhagwan Shankaracharya Charit
Author(s): Savailal Chhotamlal Vora
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 223
________________ 184 ભગવછંકરાચાર્ય ચરિત. જ્ઞાન એકદમ બેસવું અસંભવિત જાણ પહેલાં જગત્નું સત્ય વિગેરે દેખાડી સૃષ્ટિક્રમ પ્રદશિત થાય છે પણ જેમ મરૂ મરીચિકામાં જલભ્રમ થવાથી ત્યાં સુધી એ ભ્રાંતિ કપિત જલના સ્વરૂપનું અને કારણ વગેરેના અનુસંધાન રૂપ તત્વનુસંધાન ન થાય ત્યાં સુધી એ જલ કઈ રીતે મિથ્યા પ્રતીત થાતું નથી અને સાચું જ પ્રતીત થાય છે, પણ તત્વનુસંધાન દ્વારા એ કલ્પિત જલનું સ્વરૂપ અને કારણ વગેરે માલુમ પડે ત્યારે એ જલ સત્ય મનાઈ શકતું નથી, તેવી રીતે જ્યાં સુધી પર બ્રહ્મમાં પરિ કલ્પિત આ જગતનું સ્વરૂપ અને કારણ વગેરેનું અનુસંધાન ન થાય ત્યાં સુધી આ જગત અસત છતાં પણ સત રૂપે પ્રતીત થાય છે, કિંતુ જયારે જગતના સ્વરૂપ કારણ વીગેરેની શોધદ્વારા અજ્ઞાન નિવૃત્ત થાય ત્યારે પછી જગત સત્ય માલુમ પડતું નથી, અને તે કાળે સત્ય સ્વરૂપ પરબ્રહ્મજ પ્રકાશમાન થાય છે, એથીજ જગત વાસ્તવિક મિથ્યા છતાં જ ગને સત્ય કહી સૃષ્ટિ ક્રિયા વિગેરેને દેખાડ કરવો તે કેવળ જગતના મિથ્યાપણના નિરૂપણ નિમિત્તે છે,એટલેકે અત મતના પ્રદર્શનના પ્રસ્તાવમાં સુષ્ટિ ક્રમાદિ દેખાડી આપવું એ પ્રકૃતપગી છે, તેમાં કાંઈ સંદેહ નથી, ઉપર પ્રમાણે અજ્ઞાન નિ. વૃત્ત થાય ત્યાં સુધી સંસાર દશામાં જગતનું સત્યત્વ પ્રતીત થાય છે, પણ જ્ઞાન થવાથી સંસાર નિવૃત્ત થતાં જગતનું મિધ્યાપણું થાય છે. આ બાબતમાં કેટલાએક આપતિ બતાવી વધે ઉઠાવે છે પણ તેનું સારૂ સમાધાન છે. એ સમાધાનના લેખથી ગ્રંથનો વિરતાર થાય તેવું છે તેથી આહીં વાંધાનું ખંડન લખવું દુરસ્ત છે નહિ. જેવી રીતે માયાવી અંદ્રજાલિક પિતાની વિદ્યાદ્વારા - જાલિક વસ્તુ પ્રકાશ કરી માણસોનું દશર્નેસ્કય નિવારણ કરી એ સઘળી વસ્તુને સંહાર કરે છે તેવી રીતે પરમેશ્વર અચિંત્ય શક્તિ શાલિની માયાંથી જગતની સૃષ્ટિ કરી માણસોના સુકૃત P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227