________________ ૧૯ર ભગવચ્છંકરાચાર્ય ચરિત. ધ્રાણેદ્રિય, પેદા થાય છે અને એ પંચ ભૂતન પંચ સવાંશ મિલિત થઈ અંતઃકરણ પેદા થયેલ છે. અંતઃકરણ વૃત્તિ અથવા અવસ્થા ભેદે બે પ્રકારનું છે. બુદ્ધિ અને મન, વેદાંત પરિભાષા કારના મતમાં અંતઃકરણ ચાર પ્રકારનું છે. મન, બુદ્ધિ અહંકાર અને ચિત્ત, જે કાળે અંતઃકરણની નિશ્ચયાત્મક વૃત્તિ હોય તે કાળે બુદ્ધિ કહેવાય છે, અને જ્યારે અંતઃકરણની સંક૯૫ વિકક્ષાત્મક વૃત્તિ થાય છે ત્યારે તે મનઃ પદવાણ્ય હોય છે. ઉપર કહેલ જ્ઞાનેન્દ્રિય પંચક, બુદ્ધિ અને મનના યથા ક્રમે, દિક, ચંદ્ર વાયુ, સૂર્ય, વરૂણ, અગ્નિ, ચતુર્મુખ અધિષ્ઠાતા દેવ છે, જ્ઞાનેંદ્રિય, એ સઘળા દેવતાથી અધિષ્ઠિત થઈ યથા ક્રમે શબ્દ, સ્પર્શ રૂપ, રસ, ગંધ, વિગેરે વિષયની ઉપલંભક અથાત પ્રકાશક હોય છે, પ્રત્યેક પંચભૂતના પ્રત્યેક રજેશપંચકથી યથા કમેકવાફ પાણ, પાદ. વાયુ અને ઉપસ્થ રૂપ પંચ કર્મેન્દ્રિય પેદા થાય છે. અગ્નિ, ઇંદ્ર, ઉપેક, મૃત્યુ અને પ્રજાપતિ યથા મે એ કમેંદ્રિય પંચકના અધિષ્ઠાતા દેવ હોય છે, એ એ દેવતાને આધિન થઈ એ એ કર્મેન્દ્રિય યથા ક્રમે વચન, આદાન, ગમન, વિસર્ગ અથાત પુરૂષ ત્યાગ અને આનંદ અથાત્ સ્ત્રી સંભેગાદિ સુખના કમ સંપન્ન કરે છે, પંચભૂતના સમુદિત રજોશપંચક થકી પ્રાણ વાયુ પેદા થાય છે, પ્રાણ પોતાની વૃત્તિના ભેદે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન નામના પાંચ પ્રકારને થાય છે, મતાંતરે નાગ, ફૂમ, ડુકર, દેવત અને ધનંજય નામના વળી બીજા પંચ પ્રાણ છે, એ પ્રાણ વાયુના સાગ્રસ્થાયી, પ્રાગગમન અને શ્વાસપ્રધાસાત્મક ગમનશાળી છે, અપાન વાયુ, પાયુ વગેરે દેશ સ્થિત અને અવાગમનવાળે છે, પાયુ વિગેરે દેશ થકી જે વાયુ નીકળે છે, તેને અપાત વાયુ કહે છે. સમાન . વાયુ શરીરના મધ્યમાં રહેલ છે. અને ભુક્ત પીત વીગેરે સઘળાને પાક જનક છે, ઉદાન વાયુ કંઠદેશવર્તી અને ઉર્ધ્વગમન શીલ છે અને વ્યાન વાયુ સઘળા શરીરને સંચારી છે, ઉપર કહેલ બુદ્ધિ, જ્ઞાનેન્દ્રિય પંચક સાથે વિજ્ઞાનમય કોષ અને મન P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust