________________ શાંકરદશન, 187 આપણે ઉપરના લેખથી સમજી શકયાકે મૃત્તિકા સુવર્ણ વિગેરે જેવી રીતે ઘટકુંડલ વગેરેની ઉપતિનું કારણ છે તેવી રીતે બ્રહ્મ પણ આ જગતની ઉપ્તતિનું કારણ છે. પણ એવી રીત ની મીમાંસાના વિરૂધે અનેક વાંધા ઉઠે છે. પણ તે વાંધાના સમાધાન થઈ શકે તેવું છે. જેને અત્યંત વિરતાર હોવાથી આ સ્થળે નાંખવાનું દુરસ્ત ધાર્યું નથી. શાંકર દર્શન, સઘળા દર્શન કરતાં ઉત્કૃષ્ટ અને સર્વત્ર સમાદરણીય છે. પૂર્વ કાળે ભારતવર્ષમાં જેટલા પ્રધાન બુદ્ધિશાળિ પંડિત થઈ ગયા છે તેમાંથી અનેક પંડતે શાંકર દશનના પ્રદર્શિત માગના પથિક થઈ સાધારણ લોકની સુગમતાના માટે એ માર્ગના અનેક ગ્રંથ રચી ગયા છે. એ કારણથી શાંકરદશના નુયાયી ગ્રંથે કેટલા છે તેની સંખ્યા થઈ શકતી નથી અધિક શું કહું ? માધવાચાયે તે દર્શનના કેટલા ગ્રંથો કયા છે તેની શંખ્યા થઈ શકતી નથી. એ દશન પ્રણાલી પૂજ્યપાદ ભગવાન શંકરાચાયે આધિકૃત કરી છે તેથી તેનું નામ શાંકરદશન કહેવાય છે; અને ભગવાન શંકરાચાયે મહર્ષિ વેદવ્યાસ કૃત વેદાંત સૂત્રનું અવલંબન કરી એ અદ્વૈત મતની સ્થાપના કરી છે. એ નિમિતે એ દર્શનને વેદાંત દશન અથવા અતિ દર્શન કહે છે. મહર્ષિ વેદ વ્યાસે એવાં અકુટ વેદાંત સૂત્ર રળ્યા છે કે તેનું તાત્પર્ય કોઈ રીતે અના વાસે બોધગમ્ય થાય તેવું નથી. જે જે પંડીતોને જે જે અભિપ્રાય તે પંડિતે પોતાના અભિપ્રાયાનુસારે સુત્રને અર્થ કર્યો છે. એ કારણથી વેદાંત સુત્રનાં જુદાં જુદાં પ્રસ્થાન થયાં છે. શાંકર દશનમાં એક માત્ર બ્રહ્મજ સત્ય છે અને સઘળું જગત્ મિથ્યા છે, બ્રહ્મજ્ઞાન થવાથી મુક્તિ થાય છે વગેરે સઘળા વિષય પ્રાધાન્યરૂપે કૃતિ સ્મૃતિ અને યુક્તિનું અવલંબન કરી પ્રતિ પાદિત કર્યો છે. શાંકર દશનમાં પ્રદશિત થયેલું જ્ઞાન માગ પકડવાથી મુક્તિ થવાની સંપૂર્ણ સંભાવના છે. પણ જેમ જેનામાં P.P. Ac. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Trust