________________ 186 ભગવછંકરાચાર્ય ચરિત. પરિણામ હોય છે અને બ્રહ્મનું પરિણામ હોતું નથી પણ વિવર્ત હોય છે, માયારૂપ ઉપાદાન સંબંધે જગની પરિણતિ અને બ્રહ્મરૂપ ઉપાદાન સંબધે જગત્નું વિવર્તન સ્વીકૃત થાય છે. વેદાંત સારમાં લખેલ છે જે “પરિણામો નામ વસ્તુતઃ વર્ષ રિत्यज्य स्वरूपांतरापतिः मने विवर्तीनाम स्वस्वरुपा परित्यागे न પાંતરપતિઃ વસ્તુ સ્વરૂપ પરિત્યાગ કરી અન્યરૂપ ધારણ કરવાથી પરિણામ કહેવાય છે જેમ દુધ પોતાના સ્વરૂપનો પરિ ત્યાગ કરી દહીંરૂપે પરિણત થાય છે. પરિણા કાર્યમાં કારણના સ્વરૂપનું પરિવર્તન થઈ જાય છે, પણ વિવર્ત તેનાથી ભિન્ન છે, વરૂપ સવે પણ જે વસ્તુ બીજું એક મિથ્યારૂપ ધારણ કરે તેનું નામ વિવર્ત છે જેમ રજજુમાં એકદમ સર્ષ ભ્રમ. જગની સુષ્ટિમાં માયા જ પરિણત થઈ જગત રૂપે અવ્યકત થયેલ છે અને બ્રહ્મ પણ વિવર્તન થયેલ છે સંક્ષેપમાં બ્રહ્મરૂપ અધિકાને અધિષ્ઠાતા માયાજ જગદાકારે પરિણત થઈ તેથી ચિતન્યમાં આ જગતને માત્ર અધ્યાસ છે, એથી કરી બ્રહ્મ પરિણમ દોષ દૂષિત થઈ શકતું નથી. એ ઉપરથી સ્પષ્ટ જણાશે કે બ્રહ્મજ જગત્નું ઉપાદાન કારણું, અને એ બ્રહ્મજ અવિદ્યા વા માયાને જગદાકારે પરિણત કરાવવાનું કર્તા છે, તેથી બ્રહ્મજ જગતનું નિમિત અને ઉપાદાન કારણ છે. આપણે ઉપર સમાલોચના કરી છે કે ન્યાય પ્રણેતા અને સાંખ્યકાર અને બ્રહ્મને જગના અધિષ્ઠાતા વા નિમિત્ત કારણ કહી છેવટના નિર્ણય ઉપર આવે છે. વેદાંતના સિદ્ધાંતમાં એવી રીતને નિર્ણય અસંગત અને અગ્ય છે. અદ્વૈતવાદી ભગવાન શંકરાચાર્ય " પુરાકંગહ્યા " (વેદાંત દર્શન 2-2-37) ના સૂત્ર ભાગમાં એવી રીતના સિદ્ધાંતના વિરૂપે કેટલાક દેની અવતારણા કરી છે. આ સ્થલે તેનો ઉલ્લેખ પ્રયોજન વિનાને છે. સંક્ષેપમાં ભગવાન શંકરાચાર્ય બ્રહ્મને ઉપાદાન કારણ એ સૂત્રથી પ્રતિપાદિત કરેલ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust