________________ ભગવચ્છંકરાચાર્ય ચરિત. જલે સાપ પકડવાનીજ સમતા નથી તે આસામી કાલ સર્પ પકડવા જાય તે તેને મૃત્યુ મુખે પડવું પડે છે, તેમ જે માણસ અધિકારી ન હોઈ સઘળું કર્મકાંડ પરિત્યાગ કરી એકદમ શંકર દશનના પ્રધાન ઉદ્દેશ્ય સેવેપાસ્ય નિર્ગુણ બ્રહ્મની ઉપાસનામાં ઉદ્યત થાય છે તેને તે જ્ઞાન નરવ અર્થાત્ કેવળ જ્ઞાન કાંડ : ની આલોચના કરવાથી નરક પ્રાપ્તિ થાય છે. સંક્ષેપમાં અધિકારી : થયા વિના જ્ઞાનકાંડની ઉપાસના કરવાથી જ્ઞાનના ફળને કાંઈ પણ લાભ તેને મળતો નથી.એ બ્રહ્મજ્ઞાનના અધિકારી થવું એ કાંઈ સહેલી વાત નથી;જે આસામ, અધ્યયનવિધિના અનુસાર વેદ અને વેદાંતનું અધ્યયન કરી દાર્થ સઘળે હદયંગમ કર્યો છે, આ જન્મ અથવા જન્માંતરે કાંખ્ય કમ અથત સ્વગાદિ જનકયાગાદિ અને નિષિદ્ધ કમ અથાત્ નકારક બ્રહ્મ ઈત્યાદિથી નિવૃત્ત થઈ, કેવળ સંધ્યાં વંદનાદિ સ્વરૂપ નિત્ય કર્મ, નિમિત્તિક કર્મ, અર્થાત્ પુત્ર જન્મકાળાદિ કપ જાતેષ્ટિ વિગેરે, પ્રાયશ્ચિત્ત અને ઉપાસના અર્થાત્ છાંદોગ્ય ઉપનિષદુકત શાંડિલય વિદ્યાનુંસારે સગુણ બ્રહ્મ વિષયક માનસ ઉપાસના વગેરે ઉપાસના કાંડના અનુષ્ઠાન દ્વારા ચિત્તને બીલકુલ નિર્મલ કરી, છેવટે સાધન ચતુષ્ટય સંપન્ન થઈ અબ્રાંત થઈ જાય છે. તેજ આસામી બ્રહ્મજ્ઞાનને પ્રકૃત અધિકારી છે. તેણેજ બ્રહ્મજ્ઞાનમાં ઈચ્છા કરવી. જેથી તેની ઇચ્છા થોડા સમયમાં યોગ્ય ફળવાળી થાય છે.આપણે જેવાએ બ્રહ્મજ્ઞાનમાં ઈચ્છા કરવી તે દરિદ્રની રાજ્યાભિષેકની ઈચ્છાની જેમ હાસ્યાસ્પદ છે. ' - ઉપર લખેલા સાધન ચતુષ્ટયમાં પ્રધાન સાધન નિત્યા નિત્ય વસ્તુ વિવેક છે,દ્વિતીય સાધન ઈહા મુત્રફલભેગમાં વિરાગ, તૃતીય સાધન અમદમાદિષક સંપતિ,અને ચોથું સાધન મુમુક્ષુત્વ-નિત્યાનિત્ય વસ્તુ વિવેક એવા શબ્દથી કઈ વસ્તુ નિત્ય અને કઈ વસ્તુ અનિત્ય તેનું વિવેચન કરવું એ વાત સમજાય છે.નિત્યનિય વસ્તુની વિવેચના કરવાથી એક માત્ર બ્રહ્મ નિત્ય અને સઘળું અનિત્ય " એ માત્રની સમજણ લેવી. “ઈહા સુત્રફલ ભોગ વિરાગએ શબ્દથી P.P.AC. Gunratna'suri M.S. Jun Gun Aaradhak Trust