________________ દિગ્વિજય યાત્રા. 117 અષ્ટાંગ યોગથી મુકિત થાતી નથી પણ અષ્ટાંગ યોગ સાધવાથી વિશુદ્ધિ અને ચિત્તની એકાગ્રતા થાય છે. અને તું જે બોલે છે કે ખેચરી વગેરે મુદ્રા ન જાણી હોય તે બ્રહ્મજ્ઞાન થતું નથી અને મુકિત હોતી નથી અને બીજા કોઈથી મુકિત બનતી નથી. એ તમારું બોલવું સાહસ ભરેલું છે: વેદમાં કહેલ છે કે બ્રહ્મજ્ઞાન થાય તે મુકિત હોય અને બીજાથી મુકિત હોતી નથી. તે માટે વિવેકી પુરૂષો વિવેક કાર્યમાં એક નિષ્ઠાવાળા થઈ વિરાગ્ય યુકત થાય છે અને તેથી શમ દમાદિ તિતિક્ષાવાળા થાય છે તેજલ વાયના અને વિચાર કરી આત્મા અથવા સિચ્ચિદાનંદ બ્રહ્મને જાણી મુકિત પદ મેળવવું " યોગવિદ્ શંકાના ઉપદેશથી આત્મ જ્ઞાનને લાભ મેળવી ધન્ય થયો અને શંકરનો શિષ્ય થયો. - ત્યારપછી એક શૂન્યવાદી શંકરની પાસે આવી બેલ્યો !“યતિવર! મેં રરતામાં આવતાં અજબ જોયું, એક વધ્યાને પુત્ર ઝાંઝવાના જળમાં નાન કરી આકાશના પુરુષની માળા પહેરી સસલાના શીંગડાનું ધનુષ હાથમાં લઈ જાય છે.” શંકર, શુન્યવાદીનું ઉપહાસ વાકય સાંભળી બોલ્યા “તમારો મત બોલે ? " શુન્યવાદીએ કહ્યું વેદમાં છે કે તંત્રણ. અર્થાત આકાશજ બ્રહ્મ એથી આકાશજ સઘળા મૂતમાં પ્રધાન, આકાશજ સઘળાનો આશ્રય. આકાશજ સઘળા પદાર્થોમાં શ્રેષ્ટ. તે દ્વારા આકાશમાં બ્રહ્મભાવ પ્રતિષ્ઠિત થયો છે. તેથી મોક્ષાર્થી લોકેએ મહાકાશનું ધ્યાન કરવું એ સાંભળી શંકરે કહ્યું : અરે ! શુન્યતત્વજ્ઞ ! તમે શુન્ય પદાર્થનું ધ્યાન કરે છે તેથી તમારો મત અયોગ્ય અને તજવા યોગ્ય છે, શાથી કે કૃતિમાં કહેલ છે કે “નમ મ મનમાત સર્વે " તેના પ્રકાશથી સઘળા પ્રકાશને કાશ થાય છે એથી તમે ભ્રમવાળો મત છોડી દઈ અતમતનું ગ્રહણ કરો ' તેજ પરબ્રહ્મના પરમાત્મા સાથે અકયનું ચિંતન કર્યા સિવાય જીવને મોક્ષ મેળવવાનો બીજો કોઈ ઉપાય નથી. ત્યારપછી શુન્યવાદી સાથે શંકરના અનેક તર્ક વિતક ચા, બને જણા, પરસ્પરની યુકિતઓ ખંડન કરવા નશીલ હતા છેવટે શંકરનો જય થયો, શુન્યવાદી નમી શંકરનો શિષ્ય થયો. શંકરે પ્રયાગ તીર્થમાં રહી સધળા વિરૂદ્ધ મતાવલંબીઓને પોતાના મતમાં આણ્યા અને ત્યાંથી શિષ્યો સાથે અને અનુસરવર્ગ સાથે બીજા સ્થળે જવા શંકર બહાર નીકળ્યા. ત્યાંથી અડખેપડખેના પ્રદેશમાં જે લેક, .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust