________________ 138 ભગવચ્છકરાચાર્ય ચરિત. ઉત્તર-કર્મ વિગેરે બીજા સાધને અંતઃકરણના મલ વિક્ષેપ આદિ દોષોની નિવૃત્તિદ્વારા મેક્ષનાં સાધન છે. સાક્ષાત્ મોક્ષનું સાધનો અપરોક્ષજ્ઞાન છે. કર્મ નથી, રસ, ઇંધન વિગેરે સામાન છતાં એક અગ્નિવિના જેમ રસોઈ તૈયાર થતી નથી. તેમ જ્ઞાન વિના મિક્ષ મળતો નથી. શંકા–જનક વિગેરે મહાપુરૂષે કવડેજ મોક્ષ રૂપ ફલને પામ્યા છે માટે મુકિતનું સાધન કમ છે, જ્ઞાનને મુકિતનું સાધન કેમ કહે છે! . अविरोधितया कर्म नाविद्या विनिवर्तयेत् / विद्याऽविद्यां निहत्येव तेजस्तिमिरसंघवत् // Action bas no power of repelling ignorance but as darkness disperses before light so ignorance before knowledge. ઉતર–જે પદાર્થ જેને વિરોધી હોય છે તે પદાર્થ તેને નાશ કરે છે જેમ તેજ અંધારાનું વિરોધી હોઈ અંધારાને નાશ કરે છે. તે જ પ્રમાણે કમને અને વિદ્યાને પરસ્પર વિરોધ નથી. કારણકે તે બને જડ માટે કર્મ અવિદ્યાની નિવૃત્તિ કરવા સમર્થ નથી. પણ તેજ અને ગાઢ અંધારાની પેઠે વિદ્યાનો અને અવિદ્યાને પરસ્પર વિરોધ છે માટે વિદ્યા એટલે જ્ઞાન, અવિદ્યા એટલે અજ્ઞાનને નાશ કરે છે. ' - શંકા--પ્રત્યેક દેહમાં રહેલે આત્મા પરિચ્છિન્ન હોવાથી તે દેહની સગે જન્મ મરણ પામે છે, દેવદત્ત મરણ પામ્ય, દેવદત્ત પેદા થયે એવું લોકમાં પણ કહેવું થાય છે માટે વિનાશવાળા આત્માની અવિનાશવાળા બ્રહ્મની સાથે એકતાને સંભવ કેમ હોય? અને તે ન સંભવે ત્યારે જીવ અને બ્રહ્મની એકતારૂપ જ્ઞાનવડે મોક્ષફલ કેમ મળે ? IIII P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust