________________ * કેદારતીર્થમાં આવ્યા. એ તીર્થ હિમાલયના નિતંબ પ્રદેશમાં આવેલું છે. એટલે કાયમ તુષારપાતથી એ ઠેકાણે દુઃસહ શીતને અનુભવ થાય છે. શંકરના શિષ્ય. એ ઠેકાણે આવી દારૂણ શીતથી અત્યંત પીડિત થયા. શિષ્ય લોકોની એવી રીતની અસહ્ય પીડા જોઈ શંકરના હદયમાં કરૂણાને ઉકેક થયો. શંકરે ઉષ્ણ જલ માગી યોગનું અવલંબન કર્યું. શંકરની માગણું પ્રમાણે થયું. સમાધિ ભંગ થયો ત્યારે જોવામાં આવ્યું કે એ સ્થળે એક ઉષ્ણ જલવાળી નદી વહે છે. શંકરે એ નદીનું નામ " તખતોયા " રાખ્યું, શિવે મોટા આનંદથી એ પર્વતની નદીમાં સ્નાન વગેરેકરી અત્યંત - સંતુષ્ટ થયા. પ્રતિદિન શિષ્ય લોકો, શંકરના મુખપદ્યમાંથી નીકળેલા નવા નવા ઉપદેશ સાંભળી પરિતૃપ્ત થવા લાગ્યા. શિલ્યો કેલાસ પર્વત ઉપર જવા અગાઉથી ઉત્સુક હતા. ત્યારપછી કેટલાક દિવસે, દેવ પ્રતિમ કેટલા એક સિદ્ધ પુરૂષો કેદાર તીર્થે આવ્યા. તેઓને પહેલાથી જ શંકરના માહાભ્ય અને કીર્તિ કલાપની માહેતી હતી. એ સિદ્ધ પુરૂ શંકરને કૈલાસ પર્વતે લઈ જવા અત્યંત ઉસુક થયા. શંકર, એ સાધુ પુરૂષનાં સ્તુતી વાકય રસાંભળી પ્રસન્ન થઈ કૈલાસ પર્વતના ઉન્નતશૃંગ ઉપર તેઓ સાથે ગયા. અહીં આવ્યા પછી શંકર સબા કામથી વિરત થયા. કેવળ પ્રતિદિન તેજ પવિત્ર કૈલાસશૃંગના હિમથી ધેળા થઈ ગયેલા. પાષાણ ખંડ ઉપર બેસી સમાધિ ભગ્નચિતે 1 હિમાલયના પ્રદેશમાં કેદાર એક મહા પુણ્ય ભૂમિ છે, કાશીખંડમાંલખેલ છે કે જે માણસ ત્યાંના હરપાદ હદમાં સ્નાન કરી કેદારેશ્વરની પૂજા કરે છે તેના કેટિ જન્માજિત પાપ નાશ પામે છે. મહા ભારત મત્સ્ય પુરાણ, નંદિકેશ્વર પુરાણ વગેરેમાં કેદાર તીર્થનું મહાત્મય સવિસ્તર લખેલું છે. તીર્થ યાત્રાળુઓ કેદારેશવર, તુંગનાથ, રૂકાલય, મધ્યમેશ્વર, અને કલ્પેશ્વરનાં ત્યાં દર્શન કરે છે. એ પંચકેદારના મંદિર શિવાય અહી બીજાં કેટલાંક મંદિર છે, જેમકે સ્વર્ગારોહિણી, ભૂતન, રેતકુંડ, હંસકુંડ, સિધુસાગર, ત્રિવેણી તીર્થ, મહા પથ અને શિવકુંડ, એ શિવકુંડ મંદાકિની નામની નદી તીરે આવેલ છે. પૂર્વે મુમુક્ષુલોકો મહાપથ નામના સ્થાને રહેલા ભૈરવજય નામના ઉંચાગિરિની ટોચ ઉપરથી પડતું મુકી દેહ ત્યાગ કરતા હતા. નંદિકેશ્વર પુરાણમાં લખે છે. કે જે માણસ એ ટોચ ઉપરથી પડતું મુકી દેહત્યાગ કરે, તેને મહાદેવ તક્ષણ મોક્ષ આપે છે. હાલ બ્રિટીશ શાસનમાં એવી રીતે દેહત્યાગ કરવાની રીત બંધ થઈ ગઈ છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust