________________ 120 ભગવચ્છરાચાર્ય ચરિત. -----------------------------------~-~ ~~ - ~ ~-~કરી તેઓને પરાસ્ત કર્યા. શંકર ત્યાંના વૈષ્ણવ, સાર શિવ અને શકિતને વશ કરી તે સ્થાનથી ચાલી નિસર્યા. ત્યાર પછી શંકર ફરતાં ફરતાં શિષ્યો સાથે ઉજજયિની નગરીમાં 1 સુખથી આવી પહોંચ્યા. એ સ્થાને મહારાજ વિક્રમાદિત્યનું રાજ્ય સિંહ સન હતું ત્યાં મહાકાળનું મંદિર અત્યંત પ્રાચીન અને પ્રસિદ્ધ છે, પ્રતિદિન અસંખ્ય લોકો મહાકાળની અર્ચના કરવા હાલ તે સ્થળે આવે છે. પ્રતિદિવસ પૂજા કાળે ત્યાં જે મૃદંગધ્વનિ થાય છે. તેના . ગંભીર શબ્દ ચારે દિશા પ્રતિધ્વનિત થાય છે. મંદિરના અંદરનો ભાગ પ્રફુલ પુષ્પોની ખુશબોથી અને અગુરૂ ચંદનના સૂપની સુગંધથી કાયમ ખુશબોથી ભરેલો રહે છે, શંકરે ક્ષિપ્રા નદીમાં સ્નાન કરી મંદિરના અંદર પેશી મહાકાલના દર્શન ર્યા. અને વિશ્રામ સારૂ કેટલાક શિષ્યો સાથે એ મોટા મંદિરના એક પડખામાં તે બેઠા. ત્યાં હાજર રહેલા માણસોએ શંકરનો વિશ્વખ્યાત મહિમા પહેલાંથી સાંભળ્યો હતો. તેથી તેઓ જુદી જુદી જાતના મધુર વચનાથી શંકરની સ્તુતિ કરવા લાગ્યા. શંકરે થોડાક કાળ વિશ્રામ કરી, પદ્મપાદને બોલાવી કહ્યું " વત્સ પદ્મપાદ ! આ નગરીમાં ભાસ્કર પંડિત રહે છે તે પંડિત કુલનું ભૂષણ છે. અને અત્યંત મેધાવી તેણે વેદની વિવિધ વ્યાખ્યા કરી છે, તેણે વિવાદાથ પંડિતો ને શાશ્વવાદમાં પરાસ્ત કર્યા છે. પંડિતાઇથી તેને યશ દિગંત વ્યાપી છે. તું તેની પાસે જઈ મારા આગમનના ખબર આપી આવ ! સનંદન શંકરની આજ્ઞા પ્રમાણે ભટ્ટ ભાસ્કર પાસે જઈ બોલ્યો. " પંડિતવર ! તમને ખબર છે હશે જે શંકર નામે તિરાજ અહી આવેલ છે, તેની કીર્તિ કલાપ ચારે દિશામાં વ્યાપ્ત છે તેણે અદૈતમતના વિરોધી પંડિતને અહંકાર, તેડી નાંખ્યો છે અને વેદાંતવિહેલી પંડિતોએ બલ પૂર્વક વેદાંતમત વિરૂધ્ધ જે સઘળી સૂત્ર વ્યાખ્યા કરી છે, તેનું તેણે સહેલાઈથી નિરાકરણ કર્યું છે, તેણે વેદના મસ્તક રવરૂપ ઉપનિષદેની વ્યાખ્યા કરી, એક માત્ર પરબ્રહ્મ વિષયે તેઓનું તાત્પર્ય છે એમ બતાવી આપ્યું છે, અમારા એવા એ ગુરૂદેવે મને તમારી પાસે મોકલ્યા છે તમે મહા પંડિત છે તમે અત મતની આલોના કરી, પોતાને મત છેડી અમારો મત ગ્રહણ કરે! 1 ઉજજયિનીને હાલઉજજન કહે છે. પૂર્વ કાળે અહી મહારાજ વિક્રમાદિત્યની રાજધાની હતી અને નવરનની સભા હતી એ ક્ષિપ્રા નદીના તીરે છે. અહી મહાકાલનું દેવાલય પ્રસિધ્ધ છે એઈર શહેરથી બહુ દુર નથી હાલ હેલકરના તાબામાં તે છે. IIIIIIIII ] P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust