________________ ભગવરકરાચાર્ય ચરિત. ન શંકરની વાતથી ક્રોધ પામી મંડનમિણે કહ્યું “જા હું કર્મકાળે મૂખની સાથે વાત ચીત કરવા ચાહત નથી.” એમ બોલી મંડન મિશ્ર ચૂપ થઈ રહ્યો. તે સમયે નિમંત્રિત ઋપિ જેવા બે પંડિતએ કહ્યું " ભાઇ મંડન! જેની સ્ત્રી પુત્ર વીગેરેની કામના નષ્ટ પામી છે. જેને આત્મતત્વની સંપૂર્ણ માહેતી છે તેના તરફ દુર્વાનો પ્રયોગ કરવો એ સારા માણસને કામ કહેવાય નહિ. એ વ્યકિત યતિ છે. એટલે તે નારાયણ સ્વરૂપ છે. તે કપા કરી તમારે ઘેર આવ્યા છે એટલે તેની સાથે આદરથી ભાષણ કરી તેનું નિમંત્રણ કરો” : મંડનને ઉત્તમ શિક્ષા મળી. તેણે એ બે બ્રાહ્મણના ઉપદેશથી શાંત ' - મૂર્તિ ધારણ કરી આચમનાતે શાસ્ત્રવિત પંડિતની જેમ શંકરની અર્ચના કરી, ભિક્ષા ગ્રહણ સારૂ શંકરને નિમંત્રણ કર્યું. શંકરે કહ્યું " વિદઠર હું તભિક્ષાની કામના કરી તારી પાસે આવ્યો છું. મારે અન્નભિક્ષાનું કાંઈ પ્રયોજન નથી. મારે આ સમયે પ્રસ્તાવ એવો છે જે શાસ્ત્રવિવાદમાં છે, જેનાથી પરાસ્ત થાય તે તેનું શિષ્ય વ સ્વીકારે. આવી શરતથી હું તર્કભિક્ષા કરું છું તે તું આપ! તને ખબર દેવા જોઈએ કે વેદાંત શાસ્ત્રના માર્ગનો વિસ્તાર કરવા સિવાય મારું બીજું કાંઈ વાંછનીય નથી. તું સર્વદા યજ્ઞ કાર્યમાં વ્રતી થઈ સંસાર સંતાપ હારી તેજ વેદાંતો પદિષ્ટ મુક્તિ માર્ગ ઉપર અવજ્ઞા જાહેર કરે છે હું સઘળા વિપક્ષને પરાજીત કરી વેદત માર્ગ વિસ્તૃત કરવા અત્યંત પ્રયત્નશીળ છું. તું મારે એ વદાંતનો સિદ્ધાંત સાંભળી, તે સિદ્ધાંતને ઉત્તમ મતપકડ. નહિ તો મારી સાથે વિવાદ કર. જે વિવાદ ન થાય તો બોલી જા કે, મંડન મિશ્ર શંકર પાસે પરાજય પામ્યો.” શંકરનાં એવી રીતનાં ગર્વિત વાક્ય સાંભળી મંડન મિશ્ર વિસ્મયા પન્ન થયો. અને પિતાનું ગૈારવ રાખવાના ઇરાદે બોલ્યો, “મહાશય ! ખુદ સહસ્ત્રવદન ફણપતિ અનંતનાગ આવે તોય શું? પણ આ મંડન “હું પરા જય પામ્યો” એમ બોલે તેમ નથી. અનેક દિવસથી મારા હૃદયમાં એ વાંછો ઉદય પામી હતી જે કોઈ વિદ્વાન આસામી મારે ઘેર આવે અને તેની સાથે મારે શાસ્ત્રવાદ થાય. આજ ખુદ એ વાંછા પુરી કરી દેવાને ઉ. સવ સમય આવ્યો છે. એથી હાલ આપણું બેને પરસ્પર શાસ્ત્રવિવાદ થાઓ, અને શાસ્ત્રીય તર્ક દ્વારા આપણા શાસ્ત્રાભ્યાસને પરિશ્રમ સફળ : : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust