________________ પદ્મપાદની તીથી યાત્રા. ~~ ~~ ~~~~ ~ લક્ષ્મણ સંગે બેસી સીતા ઉદ્ધારનો ઉપાય વિચારતા હતા તે સ્થાને જોઈ અગત્યના આશ્રમમાં આવ્યા. એ સ્થાને મહર્ષિ અગત્સ્ય, રામ અને લક્ષ્મણને પિતાની માફક સદુપદેશ દીધો હતો. ત્યારપછી સ્વાભાવિક રીતે નિર્મળ થયેલું તે યતિનું ચિત્ત. તીર્થ સ્નાને અત્યંત નિર્મળ થયું. અને કેટલાક દિવસ, એ તીર્થ સ્થાને રહી શિષ્યની પાસે સેતુદશનનું માહાત્મ કહી ફરીવાર મામાના ઘેર પાપાદ આવ્યા. માટે, તેને જોઈ અત્યંત ખેદ યુકત ચિતથી કહેવા લાગ્યો. " તમે વિશ્વાસ રાખી જે પુસ્તક મને ? સેંપી ગયા હતા, તે પુસ્તક, મારું ઘર બન્યું તેમાં બળી ગયું. મને મારા ઘર બળવાનો પરિતાપ નથી પણ તમારું જે પુસ્તક બળી ગયું તેનો અત્યંત પરિતાપ છે. પદ્મપાદે એ ખબર સાંભળી પુષ્કળ કરૂણાનો પ્રકાશ કરી કહ્યું આર્ય ! તમે ચિંતા કરે નહિ ? પુસ્તક બળી ગયું છે તે ખરું પણ મને તેથી કાંઈ વધારે હાનિ નથી. હજી પણ મારી તેવી રીતની બુદ્ધિ છે શાથી - કે એ બુદિથી થોડાકાળમાં હું એવું પુસ્તક રચી શકીશ. " એમ કરી પદ્મપાદ ફરીવાર શારીરક ભાષ્યની ટીકા રચવા લાગ્યા. મામાએ ભાણેજની પ્રતિભા જોઈ ભય પામી ભજન કાળે તેના ખાધમાં એવી રીતનું એક જાતનું વિષ મિશ્રિત કર્યું કે તે ખાવાથી તેની બુદ્ધિ શકિત વિનાશ પામી ગઈ. પદ્મપાદ પછી અગાઉના જેવી ટીકા રચવા સમર્થ થયા નહિ. " ત્યારપછી પદ્મપાદની જેમ શંકરના બીજા શિષ્યો તીર્થ ભ્રમણ કરતાં કરતાં તે પ્રદેશમાં આવી પહોંચ્યા, અને પદ્મપાદ સાથે તેઓની મુલાકાત થવાથી તેઓના હર્ષની હદ રહી નહિ, તેઓ પરસ્પર કુશલ જીજ્ઞાસ કરી આદરથી વાર્તાલાપ કરતા હતા એવામાં એક પાર્થિક બ્રાહ્મણના મુખથી તેઓએ સાંભળ્યું કે " ગુરૂદેવ શંકર હાલ તેમની જન્મભૂમિ કેરલ દેશમાં આવ્યા છે " શિષ્ય, ગુરૂદેવનાં દર્શન કરવા અત્યંત ઉત્કંઠિત હતા. સહસા એ સુખમયસમાચાર સાંભળી તેઓ કેરલ દેશ તરફ ચાલ્યા. તેઓને ગુરૂદેવની જન્મભૂમિપાસે આવતાં સમાચાર મળ્યા કે ગુરૂદેવ, હજી પણ પિતાની જન્મભૂમિમાં છે. જ્યારે શિષ્યો ગુરૂદેવ ની પાસે ગયા ત્યારે ગુરૂદેવ એક વિષ્ણુ મંદિરમાં ધ્યાનસ્થ હતા. ગુરૂદેવ તત્વમર વાક્યની ચિંતામાં નિમગ્ન હતા, શિષ્યોને જોઈ તે સમયે ગુરૂ દેવ કાંઈ પણ બોલ્યા નહિ. ગુરૂદેવનો ધ્યાન ભંગ થયો ત્યારે શિષ્ય શંકરના ચરણે નમ્યા. શંકરે શિષ્યોને કુશળતા પૂછી. શિષ્યોમાં દરેક પોતપોતાનું કુશળ વિજ્ઞાપન કરી પ્રસન્ન થયા. પણ પદ્મપાદ વિષાદવાળા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust