________________ * દિગ્વિજય યાત્રા. ' 113 પ્રતિપાલન કરે છે. એથી જે સ્વર્ગ અને મોક્ષની કામના કરતું હોય તેણે કુબેરની ઉપાસના કરવી. અમારા ઉપાસ્યદેવ કુબેરનો પરિત્યાગ કરી જેઓ બીજા દેવની ઉપાસના કરે છે તેઓ બીલકુલ મૂઢ અને સૈભાગ્ય વિનાના છે. શંકરે એ કુબેર ભકતનાં વચનો સાંભળી કહ્યું ! હે કુબેર ભકતતમારા વાકયનું કાંઈ પ્રમાણ નથી. ધન લોભીઓ કુબેરની ઉપાસના કરે ખરા! પણ વિવેચના કરી જુઓ જે ધનધારા કોઈની કયારે પણ કૃમિ થઈ છે ખરી ! ધનલોભીની આ લોકમાં શાંતિ નથી. સર્વદા ધનનાશની આશંકા તેના મનમાં રહે છે. ધન લોભીને આ સંસારમાં કોઈના ઉપર વિશ્વાસ હેત નથી. પોતાના પુત્રથી પણ ધનવાળાને ભીતિ રહે છે. અર્થ દ્વારા સુખને ઉપભોગ થાતું નથી. સ્થાયિ સુખની તેથી કશી એટલે અર્થને બીલકુલ અનર્થકર માની તેના તરફની આશક્તિ છડી ઘેટા જે નિત્ય વસ્તુ જાણવાથી સઘળા પ્રકારના દુ;ખની અત્યંત નિવૃતિ થાય તેને જાણવા સારૂ અદ્વૈત વિધાનું અનુશીલન કરો ! શંકરના. ઉપદેશ વાકયથી કુબેર ભક્તનો મેહ દૂર થઈ ગયો. તે ભકિત સાથે શંકરના પગમાં પડ્યા અને શંકરનું શિષ્યત્વ તેઓએ સ્વીકાર્યું. ત્યાર પછી કેટલાક ઈંદ્રના ઉપાસકે શંકરની પાસે આવી બોલ્યા, " હે ચતિવર ! અમારો મત તમે સાંભળો ! ઇંદ્રજ સઘળાને પ્રભુ છે તે જ સૃષ્ટિ સ્થિત અને લયને કરનાર છે દેવ ગંધવ યક્ષ વિગેરે તેની ઉપાસના કરે છે. વેદમાં કહેલ છે કે ઇંદ્ર સઘળાને ઇશ્વર અને ફળદાતા છે, સઘળા મોક્ષાર્થીએ ઈદની ઉપાસના કરવી જોઈએ, શંકર, ઇંદ્ર ભકતના વાકય સાંભળી બોલ્યા " અરે, ઇંદ્ર ભક્તો ! તમે વેદનો અર્થ સમજી શક્યા નથી વેદોકત ઇંદ્ર તે પરિપૂર્ણ એશ્વર્યવાળા સચ્ચિદાનંદ બ્રહ્મ છે. તે વાયુકત ઇંદ્ર નથી. અને વળી તમે જે બોલે છે કે ઈંદ્ર સૃષ્ટિ સ્થિતા અને લય કરનાર છે એ બોલવાનું પ્રમાણુ કાંઈ માલુમ પડતું નથી. વેદમાં કહેલ છે જે એક માત્ર પરબહ્મ સર્વનું કારણ છે. એથી એ પરબ્રહ્મ સાથે જીવના અભેદ જ્ઞાન વિના મુકિત લાભની સંભાવના નથી.. જે મોક્ષ લાભની ઈચ્છા હોય તે. અદ્વૈત મતનો આશ્રય કરે. અત વિધાના અનુશીલનથી તે બ્રહ્માનંદનો ઉપભોગ થઈ શકે છે. શંકરના ઉપદેશે,ઇદ્ર ભકતોની આંખ ઉઘડી તેથી તેઓ પિતાને મત છોડી દઈ શંકરના શિષ્યોમાં દાખલ થયા. અને અદૈતવિઘણું પરિશીલન કરવા લાગ્યા.. * 1 : P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust