________________ 100 ભગવચ્છરા ચાય ચરિત. મને ગદગદ્ સ્વરે કહેવા લાગ્યા. “ગુરૂદેવ ! હું ઉત્તરદેશીય સઘળાં તીર્થોનું પર્યટન કરી જ્યારે સેતુબંધરામેશ્વર તરફ જતો હતો ત્યારે અનાયાસે પૂર્વાશ્રમના મારા મામાના ઘેર હું પહેઓો. મારા મામો દૈતવાદીઓમાં અગ્રગણ્ય અને પ્રધનિ છે અને તે ભદ્ર પ્રભાકરને શિષ્ય છે. મેં આપના ભાષ્યની જે ટીકા કરી હતી તે ટીકા મારા એક શિષ્યના હાથમાં જોઈ મામાએ વાંચી. તેમાં દૈતવાદીઓનું અને વિશેષે કરી પ્રભાકરના મતનું ખંડન જોઈ તે મનમાં અત્યંત દુઃખી થયા, તેણે પિતાના વિવાદને ભાવ પ્રકાશ ન કરતાં અત્યંત હર્ષનો ભાવ પ્રકાશ કર્યો. ત્યાર પછી હું તે ટીકાને ગ્રંથ તેને સેંપી સેતુબંધરામેશ્વરની યાત્રાએ ગયો. તેના ઘરની સાથે મારો એ ટીકા ગ્રંથ બળી ગયો હું પાછો ફરી આજો એ ટીકા - ગ્રંથ નષ્ટ થઈ ગયો છે એમ બોલી તેણે મારી પાસે શોક જણાવ્યા પણ લોક મુખેથી મેં સાંભળ્યું જે મામાએ એ ગ્રંથ ઇરાદાપૂર્વક નષ્ટ કયી. ત્યાર પછી જે વસ્તુ ખાવાથી બુદ્ધિ બ્રશ થાય એવી રીતની વસ્તુ ખાધમાં મેળવી મને ખવરાવી. તે ખાવાથી મારી બુદ્ધિની સ્મૃતિ નાશ પામી. હવે મારું મન સંશય રહિત થાતું નથી, હું બહુ શ્રમ કરીને પણ એ યુકિતપૂર્ણ ગ્રંથ બનાવી શકું તેમ નથી. ગુરૂદેવ ! મેં શો અપરાધ કર્યો છે. મારી એવી રીતની દુર્દશાનું કારણ શું ? તે કહે ! . શંકર પાપાદની વાત સાંભળી અત્યંત વ્યથિત થયા અને કહ્યું પ્રકાશપૂર્વક બોલવા લાગ્યા. " વત્સ પદ્મપાદ ! હૃદયમાંથી દુઃખ દૂર કર! વિનષ્ટ વસ્તુ સારૂં શોક કરવો એ જ્ઞાનનું ઉચિત કાર્ય નથી. તારી ટીકા નષ્ટ થઈ નથી, તેં શુંગરિમાં નિવાસના વખતે, મારી પાસે ભાષ્યની પંચપદી ટીકા જે વાંચી છે તે મારી યાદગીરીના માર્ગમાંથી અંતહિંત થઈ નથી. લે આ એ હું બોલું છું તે તું લખી લે. ત્યાર પછી શંકર, એ ટીકાની આવૃતિ કરવા લાગ્યા, પદ્મપાદે તે ટીકા લખી લીધી જ્યારે તેનું લખવું પરિ સમાપ્ત થયું ત્યારે પદ્મપાદ હર્ષથી આશ્ચર્ય પામ્યા અને આનંથી નત્ય કરવા લાગ્યા. - ત્યાર પછી કેરલ અધિપતિ કવિવર રાજશેખર, શંકરની સાથે સાક્ષાત્કાર કરવા આવ્યા. જ્યારે તેણે શંકરના ચરણે પ્રણિપાત કર્યો, ત્યારે શંકરે અત્યંત હર્ષપૂર્વક તેને કુશળતા પુછી. રાજા શંકરની વાત ઉપર ' વિવિધ શિષ્ટાચાર કરી શંકરને નમ્યું. શંકરે, રાજાને કહ્યું, " આપે જે ત્રણ નાટક બનાવ્યાં હતાં તે છે કે હિ?” રાજા, વિષાદ પામી બોલ્યા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust