________________ 104 ભગવચ્છકરાચાર્ય ચરિત, શમાં તુલસી, પદ્મ અને અક્ષમાળા ધારણ કરે છે. જેના લલાટે ઉર્ધ્વપું ડ છે તે સઘળા વૈષ્ણવો ભુવનને જલદી પવિત્ર કરે છે. એથી અમે એ સઘળાં ચિન્હ ધારણ કરીએ છીએ. અને પછી ખાતરી છે કે, અમે નિશ્ચય ભવ બંધનથી મુકત થઈ વૈકુંઠ ધામમાં જશું. શાથી કે અમે એમ સાંભળ્યું છે કે અમારા જેવા અનેક વૈષ્ણવો ત્યાં ગયા છે. . ત્યાર પછી પંચરાત્ર શાસ્ત્રમાં દીક્ષા પામેલો એક આસામી આવી બે, અમારૂં શાસ્ત્ર. ભગવાનની પ્રતિષ્ઠા વિગેરેનું ફળીભૂત છે એથી હે ચતિવર ! સઘળા બ્રાહ્મણોનું કર્તવ્ય છે કે અમારા શાસ્ત્રમાં કહેલ આચા૨ પાળી મુક્તિ લ ભ કરે છે ત્યાર પછી વ્યાસદાસ નામનો એક આસામી ખાનસ શાસ્ત્રના અનુસારે દીક્ષિત થયેલ આવી બોલ્યો “યતિવર! તદૃનો " ઈત્યાદિ વેદ મંત્રદાર નારાયણની શ્રેષ્ઠતા કરેલી છે. નારાયણ થકી બ્રહ્મા , અને રૂદ્ર જન્મ લીઘો છે, એથી નારાયણજ સઘળી વસ્તુનું કારણ છે. વિખાનસ મતમાં વૈષ્ણવ, શંખ ચક્રાદિ ચિહદારા પવિત્ર થાય અને ઉછ્યુંપંડ ધારણ કરે લાંબો સમય એવી રીતના આચરણના અનુષ્ઠાનથી દેહાંતે મુક્તિ થાય છે. ત્યાર પછી વા મતીર્થ નામનો એક કહીને વૈષ્ણવ આવી બેલ્યો મહાશય ! મારી વાત સાંભળે ! અમારા મતમાં બા સઘળું જગતવિષગુમય છે. કેવળ ગુરૂજ મે ક્ષદાન આપી શકે છે, બીજું કોઈ મોક્ષદાન આપી શકતું નથી. ગુરૂ ભગવાનની પાસે આ બોલી પ્રાર્થના કરે છે કે પ્રભો ! આપ અમારા શિષ્યને પાદપદ્મ આપો, ભગવાન વિષ્ણુ ગુરૂની પ્રાર્થના સાંભળી શિષ્યોને પાદપદ્મ આપે છે. . ન શંકર એ સઘળા વૈષ્ણવોના જુદા જુદા મત સાંભળી બોલ્યા “અરે ઉષ્ણ, કેવળ ચક્રાદિ ચિન્હ ધારણ કરવાથી મુક્તિ થાતી નથી. તમે જેવો મોક્ષ સહેલો ગણો છો તેવો સહેલો મોક્ષ નથી. મુકિત બહુજ દુર્લ ભ છે. એથી પાખંડ બુદ્ધિ છેડી દઈ નિષ્કામ ચિતે કર્મ કરો, કર્મકારી શુદ્ધ સત્વવાળા થઈ અદ્વૈત મતાવલંબી ગુરૂને શરણે થાઓ. તેના ઉપદેશમાં " હું બ્રહ્મ” એવા પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થાશે. તે જ્ઞાન ઉત્પન્ન થવાથી મુક્તિના માર્ગમાં જવાશે શ કરે એવી રીતનો પુષ્કળ ઉપદેશ એ વૈષ્ણવોને આપ્યો. એ સઘળા ઉપદેશધી એ વૈષ્ણવોની અતવાદ ઉપર આસ્થા બેઠી. તેઓ શંકરના પદે પડી શંકરના શિષ્ય થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust