________________ ઇંગગિરિમાં મઠ સ્થાપના. ~ ~~ ~ શૃંગગિરિમાં મઠ સ્થાપના. જે સ્થાન, મહર્ષિ ઋષ્યશૃંગની તપસ્યા દ્વારા પરિચૂત થયું હતું, તે શંગગિરિસ્થાને શંકર શિષ્યો સહિત આવી પહોંચ્યા. એ સ્થાન તુંગભદ્રા નક્કીના તીરે આવેલું છે. ઇંગગિરિ સ્થાન પરમ રમણીય છે. શંકરે આસ્થાને રહી મોક્ષાર્થી શિષ્યોને વેદાંત ભાષ્ય શીખવવા લાગ્યા, એક આ સામીએ આવી તેની પાસે દીક્ષા ગ્રહણ કરી. આ સ્થાને રહેવાના સમયે શંકરે શિને જીવ અને ઈશ્વરના અંક્ય વિષયે ઉપદેશ દીધો.ત્યાર પછી એક દેવાલય નિર્માણ કરવાની તેની ઈચ્છા થઈ. તેણે એ સુરમ્ય ક્ષેત્રમાં અમરાવતી સરખું એક મનોહર દેવનિકેતન બનાવરાવ્યું. તેજ હાલ શંગગિરિ મઠના નામે પ્રસિદ્ધ છે. એ મઠમાં તેણે જે સ્થાને વાદેવીની મૂર્તિ પ્રતિષ્ઠિત કરી તે “ભારતીપીઠ” નામે પ્રસિદ્ધ છે. તે દેવીનું નામ શારદા. હાલપણુ જુદા જુદા દેશના તીર્થયાત્રીઓ આ સ્થળે આવી અભીષ્ટ જ્ઞાન- ના લાભ સારૂ શારદાની અર્ચના કરે છે. કેટલાક દિવસ ગયા પછી એક તત્વ જીજ્ઞાસુએ આવી શંકરનું શિબત્ર ગ્રહણ કર્યું. તેનું ગૃહસ્થાશ્રમમાં શું નામ હતું તે જણાઈ આવ્યું નથી. પણ સન્યાસાશ્રમમાં તેનું નામ તોટકાચાર્ય પડયું. તોટકાચાર્ય શાંત સ્વભાવવાળો અને મિષ્ટ ભાષી હતો. છવો ઉપર તેની કરૂણાની હદ નહોતી. સઘલા શિષ્યોમાં તે શંકરની અધિક સેવા કરતો હતો તોટકાચાર્ય, પરેઢીયામાં ઉઠી ગુરૂના માટે શાસ્ત્રોકત દંતકાષ્ટ, હસ્તમુખ પ્રક્ષાલન સારૂ જલ તૈયાર કરી રાખતો હતો. ગુરૂના સ્નાન પહેલાં પોતે સ્નાન કરી પવિત્ર વસ્ત્ર દ્વારા ઉંચું કોમલ આસન ગુરૂ માટે કરી દેતે હતે. પ્રતિદિવસ નાનના સમયે ગુરૂના અંગ લુંછવા સારૂ રૂમાલ લઈ ઉભો રહેતો, અને ગુરૂનાં પરિધેય વસ્ત્ર પાસે રાખતા હતા. સ્નાન સમાપ્ત થતાં સ્નાનમાં પરિત્યકત કપડાં તે જોઈ લાવતો હતો. સવંદ ગુરૂની પાસે જીત મસ્તકે બેસતો હતો. ગુરૂ જ્યારે જે આજ્ઞા કરતા હતા, તે આજ્ઞા કાંઈ પણ બોલ્યા વિના તે અમલમાં લાવતા હતા. ગુરૂની પાસે કોઈ દિવસ પદ પ્રસારિત કરી બેસતો નહિ. કોઈ દિવસ ગુરૂને પીડ દેખાડી ચાલતે 1 ગરિ મઠને હાલ શૃંગેરી મઠ કહે છે એ પ્રાચીન કુંતલ રાજની અંદર હોઇ તુંગભદ્રા નદીને કાંઠે છે તુંગભદ્રા નદી સહાંતિમાંથી નીકળી કૃષ્ણા નદીની સાથે મળી જય છે, વિજયનગરથી એ સ્થાન અધિક દુર નથી. 11 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust