________________ ભગવછંકરાચાર્ય ચરિત. શંકરે વિશેષ વિલંબ કર્યો નહિ. આજ્ઞાવહ શિખ્ય લોકોને એ હકીકત જ મુવી શંકર એકલા, પોતાની જન્મભૂમિ કેરલ પ્રદેશ તરફ ચાલ્યા. ત્યાર પછી માતાની પાસે આવી તેમણે જોયું જે “માતા રોગથી કલેશ પામી દારૂ દુખ ભોગવે છે. નિરાધાર આશાની જેમ મેઘને જોઈ હદયને તાપ પરિહાર કરે તેમ જનની શંકરને જોઈ સઘળા રંગના દુઃખ છેડવા લાગી. શંકર, અગર જો કે સંસારના સઘળા પદાર્થ ઉપર વીત સ્પૃહ હતા. તોપણુ જનનીની અવસ્થા જોઈ અત્યંત શોકાતુર થયા, અને શંકરે કરૂણા હૃદયે જનનીને કહ્યું મા ! આ તમારો પુત્ર તમારી પાસે હાજર થયે, હવે આજ્ઞા આપો તમારા પુત્રે શું કરવાનું છે ? જનની એ કહ્યું " ભાઈ બહુ કાળે તને સ્વસ્થ અને નીરોગ જે. એ મારું પરમ સૌભાગ્ય " હવે મારે બીજું કાંઈ ચાહવા લાયક નથી. ઘડપણે આવી મારા ઉપર હુમલો કર્યો છે, હવે હું દેહભાર વહન કરવા સમર્થ નથી. દેહાંતે હું પવિત્ર ધામમાં જાઉં અને પરલોકમાં મારું મંગળ થાય એમ તું યે જ કરી દે. તુ શાસ્ત્રોકત રીતે મને ઉપદેશ આપશંકરે જનનીનાં વચન સાંભળી વિચાર કર્યો જે જનની હવે અંતસમય પાસે આવ્યો છે. હવે મારું કર્તવ્ય છે તે હું કરું. ત્યાર પછી શંકરે જનનીને પરમ બ્રહ્મ વિધેયને ઉપદેશ આપ્યો. શંકરે કહ્યું જનની બ્રહ્મ સુખ સ્વરૂપ છે અને અ‘દ્વિતીય છે. આ માયામય સંસારમાં જે કાંઈ છે એ સઘળી વસ્તુમાં બ્રહ્મ વિમુખ નથી. બ્રહ્મ વિપ્રકાશ છે તે સ્થૂલ નથી સૂક્ષ્મ નથી તેનું ૫રિમાણ નથી તેના હસ્તપદે વિગેરેની કલ્પના થઈ શકતી નથી. આકાશ જેમ નિયંત સઘળાં ઠેકાણે વિરાજમાન છે તેમ બ્રહ્મ પણ સર્વદા અંતરેસા અને બહાર વિરાજમાન છે. તેને રોગ નથી શોક નથી તે નિત્ય છે અને ઉત્પતિ તથા વિનાશ વિહીન છે.” * શંકરની એ વાત સાંભળી જનનીએ કહ્યું “ભાઈ શંકર : તું કહે છે જે “બ્રહ્મથલ નથી સુમ નથી તેના હસ્તે પદ વગેરેની કલ્પના થઈ શકતી નૈથી. તે આકાશની જેમ સર્વદા વિરાજમાન છે ' એવી રીëનું પરમ તત્વ' હું સમજવાને અશકત છું. એટલે મારું હૃદય નિર્ગુણ બ્રહ્મ ઉપર અનુંરત થાતું નથી. ભાઈ તેથી તું મારી પાસે રમણુએ સગુણ દેવના વિષયનું વર્ણન કર. ત્યારે શંકરે વિચાર્યું જે જનનીને અવસાન સમય પાસે આવ્યો છે, તેને નિર્ગુણ બ્રહ્મ વિષય સમજાવવાની કાંઈ સંભાવના નથી. એથી જનનીની ઇચ્છા પ્રમાણે , કોઈ સગુણ દેવનું વર્ણન કરી સંભળાવવું ઉચિત છે. એમ જાણી શંકરે ભુજગપ્રયાત છંદ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust