________________ શિષ્ય લોકોએ કરેલો ગ્રંથપ્રચાર. 85 ઉપાય વિના શી રીતે આત્મજ્ઞાન મેળવ્યું? એ વાત આપ અમને સમજાવી આપો. તે સાંભળી શંકર, હસ્તામલકનાં પૂર્વજન્મના વૃત્તાંતની હકીકત કહેવા લાગ્યા. " પૂર્વકાળે યમુના તટે સારા ચરિતવાળો એક સિદ્ધ પુરૂષ વસો હતે. તેને કઈ રીતની સંસાર વાસના નહોતી. એક દિવસ, કોઇ બ્રાહ્મણ કન્યા બે વર્ષના એક બાળકને તે સિદ્ધ પુરૂષ પાસે રાખી બોલી, ચતિવર ! ક્ષણકાળ આ બાળકની રક્ષા કરો ! હું સ્નાન કરી આવું છું. ત્યાર પછી તે વિપ્ર કન્યા, સખીઓ સાથે પાણીમાં નાહવા ઉતરી. સિદ્ધ પુરૂષ તે સમયે અન્ય મનસ્ક હતો, તેથી ચંચળ બાળક પાણીમાં પડી ડુબી મુઓ. બ્રાહ્મણ કન્યા તે હકીકત સાંભળી મૃત બાળકને પાણીમાંથી કાઢી સિદ્ધ પુરૂષ પાસે તેને મુકી ઉંચા અવાજે રેવા લાગી. એ જોઈ સિદ્ધ પુરૂષના હૃદયમાં અત્યંત ખેદ ઉત્પન્ન થયો. એ સિદ્ધ પુરૂષે, દયાળ બની બેહદ યોગના બલે મૃત બાળકના દેહમાં પ્રવેશ કર્યો. તેજ મૃત બાલકજ આ હરતામલક તપસ્વીરૂપે જન્મેલ છે, હસ્તામલકે, ઉપદેશ વિના શ્રુતિ સ્મૃતિ વગેરે સઘળા શાસ્ત્રમાં જ્ઞાન મેળવ્યું છે. પણ તેની પાર્થિવ વસ્તુ ઉપર કોઈ જાતની પ્રવૃત્તિ નથી. એમ જાણી વાર્તિક રચવા તેને હું આજ્ઞા આપી શકતા નથી. મંડનમિશ્ર સઘળા પદાર્થને તત્વજ્ઞ અને સર્વ શાસ્ત્રના પારગામી છે. મારા શિખ્યાની અંદર તેના જેવી શાસ્ત્ર વગેરે માં કોઈની હુશીયારી હું જોતે નથી. મેં અનેક નથી ધાર્મિક પ્રવર મંડન મિશ્રને મેળવ્યો છે.મંડનમિશ્ર તમારો પ્રાતિજનક ન હોય તેમાં હું શું કરું? પણ હું તે તેને જેવો તત્વજ્ઞ પુરૂષ બીજે કઈ જોતો નથી. જ્યારે તમે સહુ પ્રતિકુળ થયા છે ત્યારે હું તમારા મનવિરૂદ્ધ કાંઈ પણ કાર્ય કરવાની ઇચ્છા રાખતા નથી ત્યાર પછી શિષ્યો ફરીવાર બોલવા લાગ્યા, “પ્રભુ ! આપ આજ્ઞા આપો ! સનંદન આપના ભાષ્યનું વાર્તિક રચે. શાથી કે બ્રહ્મચર્ય પાળી તરતજ સનંદને સંન્યાસ લીધો છે અને તેની પ્રતિભા ચારે તરફ વિખ્યાત છે. એથી સનંદનજ આપના ભાષ્યનું વાર્તિક કરવા યથાર્થપાત્ર છે. શિષ્યોની વાત સાંભળી શંકરે કહ્યું “હે શિષ્યો ! હું તમારા અભિપ્રાયથી વાકીફ થયો, પણ સુરેશ્વર વાર્તિક રચના કરશે એમ ધારી મેં અંગીકાર કર્યો છે. ત્યારે હું હવે વાર્તિકનું પ્રણયેન કરવા કોઈને અનુ મતિ આપી શકતા નથી. હવે, સનંદનને ઈચ્છા હોય તે મારા ભાષ્યનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust