________________ જૈમિનિના પ્રકત મતની વ્યાખ્યા. દ૯ : કરી જ્યાં સુધી ફરી ન આવું ત્યાં સુધી તમારે આ સ્થાને રહી સાવધાનતાથી મારા પરિત્યકત દેહની રક્ષા કરવી. ગબલે રાજદેહમાં પ્રવેશ.. શિષ્યો, ગુરૂની આજ્ઞા પાળવા સંમત થયા. શંકરે, તેઓ પાસેથી વિદાય થઈ અસીમ યોગબેલે આતિવાહિક દેહનું ધારણ કરી તે પહેલાં જોયેલા રાજાના દેહમાં પ્રવેશ કર્યો પ્રથમ પોતાના શરીરના અંગુષ્ટથી આ રંભ કરી દશમ દ્વારા પર્યત પ્રાણવાયુનું સંચાલન કરી મસ્તકના રંધ્ર રાથી બહિંગત થયા હતા, અને તક્ષણં મૃતરાજાના દેહના મસ્તકના રંધ્ર ભાગમાં થઈ ચરણના અગ્ર ભાગ પર્યત ક્રમે ક્રમે તેણે પ્રવેશ કર્યો. જ્યારે શંકર એવી રીતનાં ગંભીર કાર્યમાં વતી હતા ત્યારે તે સંપૂર્ણ એકાગ્ર ચિત હતા, એક તરફ મૃતરાજાને હદય દેશ ધીરે ધીરે કંપિત થયો. ક્રમે રાજાએ પોતાનાં નયન ઉઘાડયાં તેની મુખશ્રી શોભી ત્યારપછી નાસિકારંધ્રમાંથી અને મુખમાંથી પ્રાણવાયુ ધીરે ધીરે નીકળવા લાગ્યા. ત્યાર પછી તેના બે ચરણ હાલવા લાગ્યા, અને બને ચક્ષુનો સંકુચિત ભાવ દૂર થયે, ધીરે ધીરે શરીરમાં બલ આવવા લાગ્યું, રાજા ભૂમિ શય્યા છડી બેઠો થયો. રાજાને પુનર્જીવિત જોઈ રાજ મહિલાઓ આનંદથી ઉન્મત્ત થઈ. અમાત્ય લોકોના આનંદની હદ રહી નહિં. ચારે તરફ જુદીજુદી જાતનાં . ગીત, વાધ અને નૃત્ય થવા લાગ્યા. . ત્યારપછી પુરહિત લોકો એ શાંતિ કર્મ સમાપ્ત કરી, રાજાના કલ્યાણ સારૂ જુદી જુદી જાતના યાગ યજ્ઞ કર્યા. ત્યારપછી એક સુસછત હાથી ઉપર બેસારી રાજને રાજધાનીમાં લાવ્યા. યતિવર શંકર રાજધાનીમાં આવી જુદી જુદી જાતના સાંત્વના વાકયે કુટુંબ વગેરેને પતુિષ્ટ કરવા લાગ્યા, તે રાજ્યપદ ઉપર ચઢી અમાત્ય લોકોની સાથે અતિ સુંદર રૂપે રાજ્ય પાલન કરવા લાગ્યા. યતિવર શંકર સિંહાસને બેસવાથી રાજ્યમાં એક અભિનવ ભાવદિત થયો. કાયમ સુવૃષ્ટિ થવા લાગી. પૃથ્વી શસ્ય શાલિની થઈ. ગાય ભેંસ વિગેરે પુષ્કળ દુધ દેવા લાગ્યાં. સઘળી પ્રજા, પિતાના ધર્મ કાર્યમાં પ્રવૃત થઈ આનંદ ભોગવવા લાગી. આવો અસાધારણ ફેરફાર જ્ઞાનેકિય, કર્મદ્રિય, પ્રાણ, મન અને બુધિરૂપ લિંમ શરીરને આતિવાહિક શરીર કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .