________________ - ભગવછંકરાચાચર ચરિત. શંકરે, રીવાર માહિષમતી નગરીમાં આવીને જોયું તે મંડનમિશ્રને : અગાઉના જેવું અભિમાન નથી તેની યાગ યજ્ઞ ઉપરની આસ્થા દૂર થઈ ગઈ છે. તેની સંસારાશક્તિ કેવળ શિથિળ થઈ ગઈ છે, મંડનમિ, શંકરનું સહચા આગમન જઈ જીત મસ્તકે શંકરને અભિવાદન કર્યું અને * શંકરની યથોચિત અર્ચના કરી કૃતાંજલિ પુ. શંકરને ઉદેશી કહ્યું. યતિવર ! આ ઘર, આ શરીર અને કાંઈ બીજું મારું છે, તે સઘળું આપનં જ છે " એમ બોલતાં બોલતાં મંડન મિશ્ર શંકરના ચરણ કમલમાં પડ્યો ત્યાર પછી તે પંડિત મંડલીના અંદર જુદા આસન ઉપર બેઠેલી ઉભયમારતીએ શંકરને પ્રણિપાત કરી કહ્યું, “યોગિવર ? આપે અમને, બને જણને પરાજીત કર્યો તે બાબત અમારા પક્ષમાં અણું માત્ર લજજા જનક નથી, દિવાકરના તેજે ચંદ્ર વિગેરે તિર્મય પદાર્થોનો અભિનવ થાય તેમાં ચંદ્ર વગેરેની શું અકીર્તિ હોય ? તમે સર્વજ્ઞ છો! પૃીની સઘળી પંડિત મંડળી એકઠી થઈ આપને સાથે વિવાદ કરે તે પણ ફાવે ! તેમ નથી એટલે કે અમે પરાભૂત થયા; તે કંઈ વિસ્મયકર બાબત નથી. ત્યાર પછી ઉમયભારતીએ વિચાર્યું જે“ મારો સ્વામી હાલજ સંન્યસ્ત ગ્રહણ કરશે. " સ્વામી સંન્યાસ ગ્રહણ કરે ત્યારે સ્ત્રીનું વૈધવ્ય થાય છે, મારા સ્વામી પોતાની નઝરે મારી વૈધવ્ય દશા જુએ એ બહુ શોકપ્રદ છે, એટલે મારે તેની અગાઉ પ્રસ્થાન કરવું યુકત છે, ત્યાર પછી ઉભયભારતીએ શંકરને કહ્યું. યતિવર ! આપ સઘળું જ છેહવે મને અનુમતિ આપો હું મારા આવાસ સ્થાને જાઉં” ત્યારે શંકરે કૃતાંજલિ પૂટે વાગ્દવી ઉભયભારતીને કહ્યું " દેવી ! તમે વાકયની અધિષ્ઠાત્રી દેવી અને ચિસ્વરૂપા છે તે મેં જાણ્યું હાલ મારી એક પ્રાર્થના છે જે " અમે તે. બ્રહ્મર્ષિ ઋષ્યશૃંગ વીગેરેના ક્ષેત્રમાં જે અભિનવ મઠનું નિર્માણ કર્યું છે. - ભગવાન શંકરાચાર્યો, બોદ્ધ ધર્મનો પરાજય કરી અતવાદના પ્રચાર મા ઉદેશે ભારત વર્ષની ચારે દિશામાં ચાર મઠની પ્રતિષ્ઠા કરી, અને ચાર પ્રધાન શિષ્યોમથી દરેકને એક એક મઠને ભાર ઍો. પ્રથમ દક્ષિણ દિશામાં રામેશ્વર ક્ષેત્રમાંજ મઠની પ્રતિષ્ઠા કરી. તે મઠનું નામ શૃંગેરી મઠ પુરાકાળે એ સ્થાન બ્રહ્મર્ષિ ઋષ્યશૃંગનો આશ્રમ હતો. તે ઉપર કર્તવપદે પોતાના શિષ્ય પૃથ્વીધરાચાર્યને નમ્યા. ઉત્તર દિશામાં સુપ્રસિદ્ધ બદારીકાશ્રમમાં મઠ પ્રતિષ્ટિત કર્યો તેનું નામ તિર્મ. તેનો ભાર બીજા . શિષ્ય તોટકાચાર્ય ઉપર નાંખો. તૃતીય-પુર્વ દિશામાં પુરૂષોતમ ક્ષેત્રમાં જે મઠ સ્થાપન કર્યો તેનું નામ ગોવદ્ધન મઠ તેનું અધિપત્ય પદ્મપાદને સેપ્યું.' - ચતુર્થ પશ્ચિમ દિશામાં દ્વારકા ક્ષેત્રમાં જે મઠ સ્થાપિત થયો તેનું નામ શારદા મઠ જેનું આધિપત્ય વિશ્વ રૂપાચાર્યને સેપ્યું. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust