________________ 74 ભગવચ્છકરાચાર્ય ચરિત. મિશ્રનું સુરેશ્વરાચાર્ય નામ પાડયું, અને તેને બ્રહ્મવિઘાના પ્રચાર સારૂ શંકર આજ્ઞા આપી. મંડનમિએ પણ શંકરની આજ્ઞા શિરોધાર્ય ગણી નર્મદા નદીના અપર પાક મગધભૂમિમાં પોતાનું પ્રચાર ક્ષેત્ર નિર્ધારિત કરી, તે સ્થાને વાસ કરવો એમ સ્થિર કર્યું. - શ્રી પર્વતે ગમન અને કાપાલક વધ. * શંકર, મંડનમિત્રને વશીભૂત કરી ક્રમે દક્ષિણબિ મુખે ચાલ્યા. ત્યાર પછી મહારાષ્ટ્ર વગેરે પ્રદેશમાં પોતાનો મત અને પિતાના સઘળા ગ્રંથનો પ્રચાર કર્યો. એ દેશના લોકોને બીજા મતે ઉપર આસ્થા અને વિશ્વાસ હતો તે સંપૂર્ણ રીતે શંકરે વિરિત કર્યો. ત્યાર પછી શ કર શિ સાથે ભ્રમણ કરતાં કરતાં શ્રી પર્વતમાં આવી પહેચ્યા. એ પર્વતનાં સઘળાં શિખરો ઉંચાં છે. પર્વતના ઉપરના ભાગમાં પવિત્ર જલવાળી નદી તરંગમાલા દ્વારા તેને નિતંબ દેશ વિધાત કરી પ્રવાહિત થાય છે. પ્રફુલ્લ પુષ્પોએ પાસેના ને શોભિત-વિશે કરી મલ્લિકા પુષ્પોની ખુ બો ચારે તર ભભકી બેહકી પ્રાણીઓના હૃદય સંતુષ્ટ કરતી હતી. જુદી જુદી જાતના વૃક્ષોથી અને લતાઓથી ભરેલ જંગલોની અંદર, શિકારી પશુઓ ભમતાં હતાં. નદીના તીરે ઉપવનના અંદર એક પુરાતન * 1 શ્રી પર્વત વર્તમાન મહીસુર રાજ્યને અંતર્ગત. તે તાંત્રિક સાધક લોકેનો એક પ્રઘાન પ્રદેશ. અત્યંત પુરાતન સંસ્કૃત ગ્રંથોમાં શ્રીપર્વતને ઉલ્લેખ જોવામાં આવે છે. મહા કવિ ભવભૂતિના સમયે એ સ્થાન ભયંકર તાંત્રિક ક્રિયાના સારૂ પ્રસિદ્ધ ભવભુતિએ તેના માલતી માધવ નામના નાટકનાં લખેલ છે કે બાદપરિવ્રાજકા કામંદકીનાં અંતેવાસિની સદામિની છેવટે શ્રીપર્વત ઉપર રહેલા તાંત્રિક સાધક અઘરઘંટની શિષ્ય થઈ. અલાકિક શમતાં પામી તે તાંત્રિક ગુરૂ અરઘંટે ચામુંડાના સ મુખ માલતીને બલિદાન દેવા સારૂ આણું અને છેવટે માલતીને પ્રણયિ માધવથી તે આહત થયો. હાલ પણ એ રાજમાં અબુંદ પવત ઉપર,વડોદરામાં, કાઠીયાવાડમાં, અને બીજા કેટલાક સ્થળે અઘોરી તાંત્રિક જોવામાં આવે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust