________________ જેમિનિના પ્રકૃત મતની વ્યાખ્યા. દિવસ જાણી શકે નહિ. એટલેજ કણાદમતાવલંબી લોકોનું એવી રીતનું અનુમાનકોઈ દિવસ વેદગમ્ય, પુરૂષને, સમજાવી શકે નહિ. જૈમિનિ મુનીએ એ રીતને અભિપ્રાય પોતાના હૃદયમાં રાખી સેંકડો તાણુ યુકિતધારા ઈશ્વર વિષયક અનુમાનનું નિરાકરણ કર્યું છે. અને એવી રીતના પરમેશ્વર- થી જગતની ઉત્પતિ. વય અબે સઘળા ફલનું નિરાકરણ કર્યું છે. તેથી જ મહર્ષિ જૈમિનિના એવાં વાકયો ઉપર અમારા ગૂઢ સિદ્ધાંતધારા અણુમાત્ર પણ વિરોધની સંભાવના નથી. એજ કારણથી પંડિત લોકો તેનો ગૂઢ ભાવ ન સમજતાં “મહર્ષિ જેમિનિ ઇશ્વરને માનતા નથી.” એમ કહે છે. પરમેશ્વર વિષયક અનુમાનનું ખંડન કરવામાં મુનિ જૈમિનિ નિરીશ્વરવાદી હોય તે વાત સંભવપર નથી પરમાત્મ વેત્તાઓમાં અગ્રગણ્ય તેજ જેમિનિ મુનિ એ કારણે નિરીશ્વરવાદી થાશે એ વાત કેવી રીતે વિશ્વાસ યોગ્ય થાય. - શંકરે એવી રીતે જૈમિનિને અભિપ્રાય વ્યકત કર્યો. જેથી મંડન, ઉભયભારતી અને બીજી સભાસદો અત્યંત સંતુષ્ટ થયા. તેઓએ શંકરને પુષ્કળ સાધુવાદ ધન્યવાદ અને પ્રશંસાવાદ આપ્યો. કિંતુ મંડમિશ્રનું હુદય સંપૂર્ણ રીતે સંશય વિરહિત થયું નહોતું તે જુદી જુદી જાતના વિચાર કરવા લાગ્યો. એટલામાં તે સમયે જૈમિનિ મુનિના જેવો એક મીમાંસાવિત પંડિત સહસા તે સ્થળે આવ્યો અને મંડન મિશ્રને બોલ્યો.“ભાઈ મંડનમિત્ર ! આ મહાનુભવ શંકરે જૈમિનિ સૂત્રનો જેવી રીતનો અભિપ્રાય વ્યકત કર્યો છે, તે સાચે છે. એથી વધારે સારો બીજો કોઈ નીકળશે નહિ. હવે મનમાંથી સઘળા સંદેહ છોડી દઈ તું શંકરનો શરણાગત થા. તું શંકરને સામાન્ય આસામી ગણુ નહિ. શંકર ત્રિકાલવેત્તા છે. જેણે સત્યયુગમાં કપિલરૂપે સાંખ્યમતનો પ્રકાશ કર્યો. જેણે ત્રેતાયુગમાં દત્તાત્રેયરૂપે યોગ માર્ગ બતાવ્યો, અને જેણે દ્વાપર યુગમાં વેદ. વ્યાસરૂપે વેદાંત દર્શન વિગેરેની સૃષ્ટિ કરી. તેજ આ કલિયુગમાં અદ્વૈત મત પ્રચાર કરવા સારૂ અવતરેલ છે. તું શ્રદ્ધા પૂર્વક તેનો મત અવલંબન કર ! જેથી અનાયાસે તારાથી સંસાર સાગર તરાઈ જાશે. એ વાત કરી બ્રાહ્મણ અંતહિંત થઈ ગયો. ત્યાર પછી મંડમિ : જુદી જુદી જાતની સ્તુતિધારાએ શંકરને પ્રસન્ન કરી, શંકરની પાસે ક્ષમા માગી અને કહ્યું. " હે પ્રભુ ! હું સંસાર તાપે બીલકુલ સતત : 1 હપનિષદ્દા અનુશીલન દ્વારા જે જાણી શકાય તે ર વૈદવાકયના અનામદદથી જે જાણી શકાય તે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust