________________ માહિષ્મતી નગરીમાં ગમન. 46 કષાય વસ્ત્ર પહેરી મારા શિષ્ય તમે થાઓ. વાદકાળે આ ઉભયભારતી જય પરાજયનો વિચાર કરશે. ભિક્ષુકવર શંકરની એવી રીતની પ્રતિજ્ઞા સાંભળી ગૃહસ્થ શ્રેષ્ઠ મંડનમિત્રે કહ્યું, આપે જે પ્રતિજ્ઞા કરી જે પરમાત્મા ચિસ્વરૂપ-એ વિષયમાં વેદાંત વાકય કોઈ દિવસ પ્રમાણ હોઈ શકે નહિ. શબ્દની શકિત એક માત્ર કાર્યમાં સંક્વિષ્ટ હોય છે પણ કાર્યના અતિત ચિસ્તુ પરમાત્મામાં સંસ્વિષ્ટ થઇ શકે નહિ. તેથી ચિસ્વરૂપ વાપરમાત્મા છે એ શી રીતે જણાશે? વેદાંતનો પૃભાગ “મીમાંસા વાય” અવસ્ય પ્રમાણ શાથી કે તે કર્મ વિષયક છે પ્રસિદ્ધ શબ્દ સમૂહની કેવળ કાર્યના તરફ શકિત સ્વીકૃત છે, કર્મ થકી 1 મુકિત હોય છે. ' તે માટે કર્મજ શરીરી જીવના જીવનના આખર સુધી પ્રાર્થનીય છે. ' “યવMીવમનોરંટુથાત " જ્યાં સુધી જીવન રહે ત્યાં સુધી અગ્નિહોત્રને હોમ કરવો ઈત્યાદિ શ્રુતિ વાક્ય જ તેનું પ્રમાણુ, એ વિષયમાં - તમારી સાથે વાદ કરી પરાજય પામું તો ધોળાં વસ્ત્ર પરિત્યાગ કરી ગૃહ સ્થાશ્રમ ત્યાગ કરી કષાય વસ્ત્ર પહેરું. આપણી બન્નેની વચ્ચે યોગ્યયોગ્ય જોવા મારી પત્ની ઉભયભારતી રહે. ' ' જે આ વાદમાં પરાજીત થાય, તેણે જ્ય પામનારનો આશ્રમ પકડવો - એવી વાત પ્રચારિત થઈ તેથી અસંખ્ય પંડિતો સભામાં આવી તર્કવિતર્ક સાંભળવા લાગ્યા. શંકર અને મંડનમિત્ર બન્ને અત્યંત દઢ અધ્યવસાયથી એક બીજાને પરાજય કરવા વિવાદમાં પ્રવૃત્ત થયા. ઉભયભારતીએ મનોહર પુષ્પ માલા, બન્નેના કંઠમાં અર્પણ કરી, અને પોતે નિજપતિના માધ્યાહિક ભજન સારૂ અને ભિક્ષુના ભિક્ષા ખાદ્ય સારૂ ત્યાંથી ગઈ. જવાના સમયે તે બોલી ગઈ હતી જે જેના કંઠદેશની પુષ્પ માળા મલિન થઈ જશે તેનો જ નિશ્ચય પરાજય થાશે એમ જાણવું. ત્યાર પછી જુદી જુદી દિશાઓમાંથી જેમ જેમ વિદ્વાન મંડળ તે વિવાદમાં જોવા આવતું ગયું તેમ તેમ તે બન્નેનો જયાભિલાપ વધતો ગયો આશ્ચર્યને વિષય એ છે જે વિચાર કાલે એ બન્ને બુદ્ધિમાનમાંથી કોઈનો દેહ કંપિત વા ધર્માત થયો નહિ, અને કોઇના મુખ ઉપર કે ધાવેશનાં ચિન્હ પણ લાગ્યાં નહિ. બન્ને વિદ્વાનો. ધીરભાવે પિતાના મતના વિરૂદ્ધ જે યુકિત હોય તેનું ખંડન કરવા લાગ્યા. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust