________________ - ભગવરછ કરાચાય ચરિત. 'પાસેથી. ઉપદેશ લઈ આત્મસંશય દૂર કરવા લાગ્યા. પારિજાત વૃક્ષ, જેવી રીતે કુસુમસમૂહથી પરિવ્યાપ્ત થઈ શોભા પામે, તેવી રીતે જ્ઞાની રાંકર પણ શિષ્ય પંક્તિધારા પરિવ્યાપ્ત થઈ શોભા પામવા લાગ્યા. એક દિવસ, નિદાધના મધ્યાન્હ સમયે, પ્રકૃતિએ એક અભિનવ મૂર્તિ ધારણ કરી ચારે તરફ અગ્નિકણાની માફક સૂર્યકિરણ વિકીર્ણ થઈ જવાથી - હંસનાં ટોળાં પંકજભાલાની અંદર વિલીન થઈ ગયાં. સઘળા મન્સ,ગંભીર જિલમાં પેસી ગયાં. પંખીઓ વાટરમાં નિદ્રિત થયાં. સઘળા મયૂરે પર્વત * કંદરમાં આશ્રિત થયા, તે સમયે, શંકર શિષ્યોની સાથે આલિક કાર્ય * સંપન્ન કરવા સારૂ જાહવી તટે જવા પ્રવૃત્ત થયા ગંગા તટે જાતાં શંકરે જોયું કે માર્ગમાં એક ચંડાલ ચાર ભયંકર કુતરા સહિત જાય છે. શંકર તેને જોઈ વ્યગ્ર ભાવે દૂર જ ! દૂર જા !" એમ બોલવા લાગ્યા. તે સાંભળી ચંડાળે પ્રત્યુત્તરમાં કહ્યું છે : મહાશય ! તમે મને જોઈ “દુર જા દૂર ?' એમ કેમ બોલે છે ? એ તો અત્યંત અસંગતવાત ! વેદમાં કહેલ છે જે આત્મા એક અદ્વિતીય, પાપશુન્ય, નિરંજન, અસંગ, સત્ય, જ્ઞાન અને આન દસ્વરૂપ છે. આપ એક પ્રસિદ્ધ વિદાતિક હોઇ તેજ આત્માની ભેદ કલ્પના કરે છે, એના કરતાં અધિક આશ્ચર્યકારક વિષય બીજો કોઈ નથી. જેના હાથમાં દંડ અને કમંડલું છે. જે ગેરુવાવસ્ત્રનું પરિધાન કરે છે. એવા તિ, ગ્રહસ્થને વંચિત કરે છે. મહાશય! તમે “રજા” એમ કહે છે તેને અર્થ શું તું શરીર પરિત્યાગ કર ! અથવા આત્માને પરિત્યાગ કર ! એમ થાય છે. વિચારી જુઓ ! એવી વાત બોલવી તે આપ જેવા જ્ઞાનીને ઉચિત છે ! યતિવર ! આપ તે જાણો છો કે અન્નમય થકી અન્ન મય નથી. અને સાક્ષી થકી સાક્ષી ભિન્ન નથી. અંબરમણિ સૂર્ય ગંગા જલમાં અથવા મદિરામાં જે સ્થળે પ્રતિબિંબિત થાઓ પણ તે એક સિવાય બીજો નથી. એટલે આ બ્રાહ્મણ, આ ચંડાલ એવી રીતને ભેદ વિચાર કેવી રીતે યુક્તિ યુક્ત થઈ શકે ! જે અચિતનીય છે, કોઇ ઉપાયથી જે વ્યક્ત કરી શકાય તેમ નથી, તે અનંત આદ્ય આત્મસ્વરૂપને વીસરીને એકાંત ચંચલ ક્ષણુભંગુર દેહ ઉપર વિવેકીને કેવી રીતે અહંભાવ ઉત્પન્ન થાય. - એ કાંઈ મને માલુમ પરતું નથી. મુક્તિના પ્રધાન ઉપાય તત્વવિદ્યાને મેળ 1 एकमेवाद्वितीयं ब्रह्म एप आत्मा अपहत पाप्पा निरवयं निरं जनं असंगो ह्ययं पुरुषःसत्यं ज्ञानमनं नं ब्रह्म विज्ञानमानेयमिति श्रुतिः II III P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust