________________ ભગવછંકરાચાર્ય ચરિત. - દન વિચાર કરવા લાગ્યો. અકસ્માત તેના મનમાં આવ્યું, જે ગુરૂપદે જેની અચલ ભકિત છે તે સંસારરૂપ મહા સાગરને તરી જાય છે. હું સર્વણું ગુરૂપદે અચલ ભકિન રાખું છું. તેથી નાનકડી નદીના પરપારે * જઈ શકીશ નહિ એવી રીતની પર્યાલોચના કરી સનંદન નદીના જલમાં ઉતરવાને અગ્રસર થયો. એટલામાં તેના ગંતવ્ય માર્ગમાં શ્રેણિબદ્ધભાવે કમળ વિકસિત થઈ ગયાં. સનંદન, એ સઘળાં કુલ કમલ ઉપર પગ માંડી અતિસુખે નદીના પર પારે.ગયો. એ અદ્ભુત વ્યાપાર જોઇ શંક-રનું હૃદય આનંદથી અને વિસ્મયથી પરિપૂર્ણ થયું; તેણે સનંદનને આલિં- ગન કરી સનંદનનું “પદ્મપાદ " એવું નામ પાડયું. પાપાદ પણ સર્વદા ગુરૂશુશ્રુષામાં નિરત રહી શંકરની પાસેથી એકાગ્રચિતે અધ્યાત્મ વિદ્યાને ઉપદેશ લેવા લાગ્યો. એટલામાં કેટલાક પાશુપત મતાવલંબી તાંત્રિકોને તત્વવિત સમાજમાં આવી પિતાના ધર્મમતને ઉપદેશ દેવા લાગ્યા. - તેઓ શંકરને ઉદેશી બેલ્યા પશુપતિ એક માત્ર ઇશ્વર છે, તેણે મેક્ષ સાધનના નિમિતે કાર્યકારણું. ગ, વિધિ અને દુઃખાંત એવા * પાંચ પદાર્થને ઉપદેશ આપ્યો છે. કા–મહત અહંકાર, મન, વિગેરે જેવીશ પદાર્થ કારણ–પ્રધાને વા મૂલ પ્રકૃતિ, ગ–ચિત્તની એકાગ્રતા તે બે પ્રકારને ક્રિયા અને ઉપક્રમ-ક્રિયા, જપ ધ્યાન વિગેરે. ઉપક્રમ, વાસના ત્યાગ. વિધિ– ધર્માર્થ સાધકકાર્ય,તે બે પ્રકારનો. મુખ્ય અને ગણુ મુખ્ય વિધિ પશુપતિની વરિચર્યા વગેરે. ગણવિધિ, ત્રિકાલિક સ્નાન, ભષ્મપિન, જપ, પ્રદક્ષિણ, નમસ્કાર વગેરે દુઃખાંત–મોક્ષ અર્થાત ઈશ્વરની સાથે સમતા ઇશ્વરની સાથેઅભિજહોવું પાશુપત મતાવલંબીઓ એ પ્રમાણે પોતાના મતની વ્યાખ્યા કરી ફરી વેદાંત પક્ષપાતી શંકરના મતમાં દોષનો આરોપ કરી બોલ્યા, " હે વેદાંતીઓ તમે જે બ્રહ્મને જાતનું ઉપાદાન કારણ કહો છે. તે બીલકુલ અસંગત છે 1 પાશુપત મતાવલંબીના દર્શનનું નામ અથવા નકુલીશપાશુપત દશન છે કરશન સંગ્રહનામના ગ્રંથમાં માધવાચાર્યે એ દર્શનના મતનું વર્ણન કર્યું છે. 2 મહત,અહં કાર, મનસ, ચક્ષુસ, કર્ણ, નાસિકા, હા, વક, વાફ. પાણિ, વાયુ. પાદ, ઉપસ્થ, શબ, રપ, રૂપ, રસ, ગંધ, ક્ષિતિ, અપ, તેજસ, કત અનેવ્યાન, ri, * * : P.P. Ac. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Trust.