________________ કાશીવાસ અને સનંદન વાગરના સાથ મળાપ. 27. :: :: : : : : : : ", વીને ૫ણું આપના જેવા મહા પુરૂષ લૈકિક તુચ્છ કુસંસ્કાર પરિત્યાગ કરી શકતા નથી, ત્યારે બીજા અજ્ઞાનીની વાત શી કહેવી. એવી રીતે બોલી ચંડાલ બોલવામાં વિરામ પામે, પછી ઉદાર , ' : હૃદય શંકર વિસ્મિત થઈ બોલવા લાગ્યા, " મહાશય ! તમે આત્મજ્ઞાની લોકોમાં શ્રેષ્ટ છે, તમારા કહેવાના અનુંસારે આ બ્રાહ્મણ છે, આ ચંડાળ છે એવી રીતની ભેદ બુદ્ધિ તમે ત્યાગ કરી. વસ્તુતાએ અભેદ બુદ્ધિ અતિશય દુલભ છે. કોઈ પણ આ સંસારમાં અભેદ બુદ્ધિ પામી શકે નહિ, અનેક લોકો વેદાંત શાસ્ત્ર સાંભળે છે, અનેક છદિય આસામીઓ સર્વદા - તઃકરણ અને મનને નિયુકત રાખી નિદિધ્યાસન કરે છે. તથાપિ જુદી જુદી જાતના પ્રતિબંધવશે ભેદ બુદ્ધિ છેડી શકતા નથી. જેનું ચિત્ત એકાગ્ર થયું , છે. જે સર્વદા આ જગતને આત્મવત્ જુએ છે, તે બ્રાહ્મણ હોય કે ચંડાલ : હોય પણું તે મારા વંદનીય છે, તે મારે પૂજ્ય છે. બ્રહ્મા, વિષ્ણુ, અને શંકરમાં જે ચૈતન્ય વિદ્યમાન છે, તે ચૈતન્ય, કીટપતંગ વીગેરેમાં પશુ વિદ્યમાન છે, હું ત્રણે કાળમાં વિદ્યમાન છું. આત્મા સિવાય બીજું કોઇ દૃશ્ય વિદ્યમાન નથી, જેની એવી રીતની બુદ્ધિ છે, તે અગર જોકે ચંડાળ હોય તે પશુ તે મારો ગુરૂ છે, વધારે શું કર્યું, જેને આત્મજ્ઞાન છે, તે હરકોઈ જાતને હોય તે મારો ગુરૂ છે. તે ચંડાળની સાથે મહાત્મા શંકરની એવી રીતની વાતચીત ચાલતી હતી એટલામાં તે ચંડાલ સહસા અંતહિંત થઈ ગયો. ત્યારે મહાત્મા શંકર મનમાં ચિંતા કરવા લાગ્યા કે, " જેની સાથે મારો સાક્ષાત થશે. તે નિશ્ચય એક કઈ આત્મજ્ઞાની હેવો જોઈએ નહિ તે સાધારણ માણસના મુખથી એવી રીતનાં વચને નિકળવાં સંભવપર' હાય નહિ. શંકર એવી રીતની ચિંતા કરતા હતાએટલામાં સહસા એક મહાપુરૂષ તેની પાસે આવ્યો. એ મહાત્માના શુભ દેહથી, પ્રસન્ન વદનથી અને જટા વ્યાપ્ત મસ્તકથી માલુમ પડ્યું જે ખરેખર એ મહાત્મા મહાદેવ હશે. શંકરે, તેને સાષ્ટાંગ પ્રણિપાત કરી સ્તવન કર્યું. જે ઉપરથી એ મહાત્મા બલવા લાગ્યા, “શંકર ! તમે અમારા માર્ગમાં ઉભા હેવાથી જગતને અશેષ ઉપાકાર થયો છે અને થાશે. મહર્ષિ વેદ વ્યાસે, વેદના વિભાગ કર્યા છે અને બ્રહ્મસુત્રની રચના કરી છે. તેમાં કપિલના સાંખ્ય દાનને કણાદના વશેષિક દર્શનનું, પતંજલિના યોગદર્શનનું, ગૌતમના ન્યાયદર્શન અને બીજા કેટલાક દર્શનનું સમૂળ ઉત્પાદન કર્યું છે. હાલ કેટલાક મહ આસામીઓ એ બ્રહ્મસુત્રની વિકૃત વ્યાખ્યા કરી છે, અનેક વિદ્વાને એ P.P.AC. Gunratnasuri M'S.. Jun Gun Aaradhak Trust