________________ ભગવચ્છકરાચાર્ય ચરિત. મહાદેવની અર્ચના કરી. એવી રીતે મહાદેવની ઉપાસનામાં તે બ્રાહ્મણ દંપતીના અનેક દીવસો ચાલ્યા ગયા. એક દિવસ મહાદેવે કૃપા પરવશ થઈ બ્રાહ્મણના વેશમાં શિવગુરૂને પ્રત્યક્ષ દર્શન આપ્યાં. મહાદેવે શિવગુરૂ ને કહ્યું, " હે વિપ્ર ! તું શું ઈચ્છે છે ! શિવગુરૂએ કહ્યું “ભગવદ્ ! હું પુત્રાર્થી છું અને એક પુત્ર આપે " ત્યાર પછી વિપ્રરૂપી મહાદેવે કહ્યું, " હે વિપ્ર ! તું શું સર્વજ્ઞ અને સકળગુણ સંપન્ન થોડા આયુષવાળા એક પુત્ર ભાગે છે ? કે મુખ ગુણહીન બહુ આયુષવાળા ઘણુ પુત્ર માગે છે ?" તે સાંભળી શિવગુરૂએ કહ્યું હે પ્રભુ હું સર્વગુણાલંકૃત,સર્વજ્ઞ, અને પ્રખ્યાત પ્રતિભાસંપન્ન એક માત્ર પુત્ર ચાહું છું. હું નિર્ગુણ બહુ પુત્રને માંગતો નથી. " “તને સર્વજ્ઞ પુત્રના લાભ થાશે. હવે તપસ્યા કરવાનું કાંઈ પ્રયોજન નથી. તું તારી પત્ની સાથે તારે ઘેર જા.” એમ કહી દિજ વેષધારી મહાદેવ અંતહિત થઈ ગયા. શિવગુરૂએ પિતાની પત્નીની પાસે સઘળી હકીકત કહી. પત્ની સ્વપ્નને વૃતાંત સાંભળી અતિશય આનંદિત થઈ. ત્યાર પછી એ શિવપરાયણ દંપતીએ, સ્વમ વૃતાંત યાદ રાખી, ઘેર આવી બ્રાહ્મણોને ભોજન કરાવી અને દક્ષિણ આપી અત્યંત હર્ષ અને આનંદ કર્યો. ' બ્રાહ્મણે આશીર્વચન ઉચ્ચારણ કરતા કરતા ઘેર ગયા. શિવગુરૂ તથા પતિ પરાયણ તેની પત્નીએ, પ્રસન્ન અંતઃકરણથી બ્રાહ્મણોનું ભુકતા વિશિષ્ટ અન્ન ભોજન કર્યું થોડા સમય પછી શિવગુરૂ પત્નીને ગંભ સંચાર થશે. તેણે અનન્ય પરાયણું તનયને ગર્ભમાં ધારણ કરી અપૂર્વ દેહ કાંતિ મેળવી. તેની ગતિ, અલસ થઈ ગઈ.તેને અલંકાર વગેરે ધારણ કરવામાં બીલકુલ અનિચ્છા પેદા થઈ. તેના બંધુઓ નિત્ય નિત્ય તેના સારૂ પુષ્કળ ઉપાદેય ઉપહાર મોકલતા હતા પણ શિવગુરૂપત્ની તે સઘળી વરતનો પરિત્યાગ કરી કરી નવીનવી વસ્તુઓ માંગતી હતી દેહદાવસ્થામાં તેની કેવળ કૃતિકા ઉપર રૂચિ ચાતી હતીએક દિવસ તે સહસા રવપ્નમાં મહાદેવનાં દર્શન કરી જાગૃિત થઈ. પણ જાગરણની સાથે તે દિવ્યમૂર્તિ તેના દર્શન પથથી અંતહિત થઈ ગઈ. અને એક દિવસે, તેણે જોયું તે સરસ્વતીના સિંહાસને બેઠી છે. એ સઘળા સ્વપ્ન વૃત્તાંત સાંભળી સઘળા * : 1 અંત વાવસ્થામાં જે અભિલાષ ઉત્પન થાય તેનું નામ દેહદ .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust