________________ 10 ભગવચ્છંકરાચાર્ય ચરિત. સૌભાગ્યવતી થાશે તેમાં કાંઈ સંશય નથી. હવે આપણને કન્યાને મને ગત વિચાર શું છે એ જાણવાની જરૂર છે, એમ વિચારી વિષ્ણમિત્ર અને તેની પત્ની કન્યાની પાસે જઈ તેને પુછવા લાગ્યા. કન્યા પાસેથી તેઓ તે બાબતમાં કાંઈપણ ઉત્તર પામ્યા નહિ. પરંતુ કન્યાનું પ્રફુલ્લ મુખ જોઈ તેઓને સંશય દૂર થયો. છેવટે તેઓએ જાણ્યું જે એ વર કન્યાને એકાંત અભિલપિત છે. ત્યાર પછી વિવાહ સંબંધ નિસ્વિત થઈ ગયો. હિમમિત્રે જ્યોતિર્વેિદ લોકોઠારા વિવાહનું મુહર્ત સ્થિર કર્યું. વિવાહ દિવસે મંડનમિશ્ર માંગલિક દ્રવ્ય સાથે, જુદા જુદા વિભૂષણથી ભૂષિત થઈ, બંધ બાંધવોની સંગે શણ નદીના તીરે આવી પહોંચ્યો. મેટા સમારોહથી જામાતા શણ નદીના તટે આવી પહોંચેલ છે, એવું સાંભળી વિષ્ણુમિત્રે પ્રફુલ અંતઃકરણથી જુદી જુદી જાતનાં વાદ્યો સાથે સામૈયુ કરી જામાતા વગેરેને ઘેર આ. પ્યા. સ્વાગત ઉચ્ચારણ કરી, મધુપર્ક સાથે જામાતાને અધ્યપ્રદાન કરી - વિષ્ણુમિત્રે કહ્યું, “મારી કન્યા ઉmભારતી, મારાં ઘર, મારાં ઢોર, ઢાંખર, મણિરત્ન વિગેરે જે છે તે તમારૂં છે એમ જાણવું. આજ અમારું કુળ પવિત્ર થયું અને અમે સઘળાની પાસે આદરણીય થયાં. મારા ઘરમાં જે કાંઈ છે તે તમારૂં જ છે " ત્યાર પછી વિવાહિક હિમમિત્રના તરફ જોઈ 'વિષ્ણુમિત્રે કહ્યું, “મહારાજ સારા ભાગ્યે. અમારી કન્યાનો આપના પુત્ર સાથે વિવાહ સંબંધ થયો. જેથી તમારા જેવા જ્ઞાનિઓ માંહેના અગ્રગણ્યનું દર્શન થયું. તેના પ્રત્યુત્તરમાં હિમમિત્રો વિનયથી શિષ્ટાચાર દેખાડી કહ્યું, “અમારી પાસે જે કાંઈ પ્રિય વસ્તુ છે તે આપનીજ છે, એમ સમજવું. તમે સર્વદા વૃધ મંડળીનું સેવન કરે છે તેથી આપના મુખથી એ સઘળાં રૂડાં અને સારાં વચનો નીકળે છે. એવી રીતે વિષ્ણમિત્ર અને હિમમિત્ર બંને પરસ્પર,પરસ્પરની સ્તુતિવાદ કરતાં વિશેષ સંતોષ પામ્યા. તે સમયે તે ઠેકાણે એકઠા થયેલા મંડલમાં પણ સ્વેચ્છાવિહાર હાસ્ય વિનોદ અને આમોદ પ્રમોદ ચાલવા લાગ્યો. કન્યા પક્ષના અને વર પક્ષના માણસો વરવધૂને જોઈ અત્યંત આનંદને અનુભવ કરવા લાગ્યા. વિષ્ણુમિમે, શુભ લગ્નમાં ઉભયભારતીનું કરકમલ મંડન મિશ્રના હાથમાં અર્પણ કર્યું. મંડન , મિશ્રપણુ શુભ ક્ષણે અનુરાગિણી કન્યાનું પાણિગ્રહણ કરી આનંદિત થયો. ત્યાર પછી જે જેઓએ પ્રાર્થના કરી, તે વધુવરના પિતાએ આપી પરમ સંતોષ મેળવ્યો. મંડન મિશ્રે, પિતાની ગૃહ્યસૂત પદ્ધતિ પ્રમાણે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust