________________ 14 ભગવચ્છકરાચા ચરિત.. માનસિક બલ, અને પરોપકારમાં અનુરતિ વગેરે સગુણે જોઈ અત્યંત આનંદિત થવા લાગી. એમ કહેવાય છે કે, એક દિવસ વૃદ્ધાવસ્થામાં ભદ્રા, ધીરે ધીરે સમુદ્રગામિની કોઈ દૂરની નદીમાં સ્નાન કરવા ગઈ મધ્યાન્ડકાળ ઉપસ્થિત હોવાથી સૂર્યમંડળ, પ્રખર કિરણે ફેલાવવા લાગ્યું. તે બહુ ક્ષણ, સૂર્યતાપમાં દેવાર્ચનામાં નિરત થઈ તેથી સૂર્યના પ્રખર કિરણે તેને દેહ ક્ષીણ અને દુર્બળ થઈ ગયા. ત્યાંથી એકલી ઘેર આવવાને બીલકુલ અશકત થઈ ગઈ. પુત્રની પ્રતીક્ષામાં તે નદી તીરે બેસી રહી. ક્રમે દેહ અવસાન થઈ જવાથી તેને મૂછ આવી ભાતૃભક્ત શંકર માતાના , આગમનમાં વિલંબ ભાળી અત્યંત શંકિત થયા અને ઉતાવળથી ચાલી જનનીની પાસે આવી પહોંચ્યા. આવીને શંકરે જનનીને અજ્ઞાનાવસ્થામાં દેખી એ દુલ્ય ભાળી શંકરનું કરૂણ હદય, દુઃખથી વિચલિત થઈ ગયું. તેણે જલસિકત નદિની દલથી પવન નાંખી જનનીની મૂછ દૂર કરી અને જનની સાથે શંકર બહુ કષ્ટ ઘેર આવ્યા.શંકરના યોગ પ્રભાવે રાત્રીમાં જ ઉપર વર્ણવેલી નદી તેમના ઘરની પાસેને વિષ્ણુ મંદિરની પાસેથી પ્રવાહિત થવા લાગી. પ્રભાતમાં ત્યાંના લેકે, નવી પ્રવાહિત અપૂર્વ તરંગિણુંને જોઈ અત્યંત વિસ્મય પામ્યા, સંકરનાં એવી રીતનાં લોકાતીત ચરિત્રના વિષય સાંભળી તે સમ.", યના, કેરલ દેહના અધિપતિ રાજા રાજશેખરે, એક હાથિણી ઉપહાર સાથે પિતાના અમાત્યને શંકર પાસે મોકલ્યો. તેણે શંકરની પાસે આવી અત્યંત વિનીત ભાવે કહ્યું જે " મહાય! સુપ્રસિદ્ધ કેરલેશ્વરની આજ્ઞા ના અનુંસારે હું આપના ચરણ પ્રતિ ઉપસ્થિત થયો છું. સંગ્રામવિજયી કેરલાધિપતી રાજા રાજશેખર, આપની પદધુલીના લાભ સારૂ એકાંત અભિલાષી છે. એટલે પ્રભુ આપ કૃપા કરો આપની પદધુલીના સ્પર્શ પવિત્ર રાજભવન અધિક પવિત્ર થાઓ” એ વાત બોલી અમાત્ય વિરામ પામતાં શંકરે કહ્યું " અમાત્યવર! હું રાજાની ઉદારતાને વિષય જાણી બીલકુલ પરિતુષ્ટ થયો પણ આપ કેરલાધિપતિને કહેજો જે અમારૂં અન્ન ભિક્ષાલબ્ધ હોય છે અમારું પરિધેય, મૃગચર્મ હોય છે અમારાં કર્મ શ્રતિ સ્મૃતિ વિહિત હાઈ કષ્ટસાધ્ય હોય છે દૃષ્ટાદષ્ટ ફલદાતા વેદાદિ શાસ્ત્રજ એક અમારૂં શાસક છે હુ બ્રહ્મચારી છું એટલે કે સઘળાં અવશ્ય અનુઠેય કર્મને ત્યાગ કરી અને હાથણી ઉપર ચઢવાનું નિષિદ્ધ કર્મ કરી રાજા પાસે મારું આવું અત્યંત ઠીક નથી, આમને સાધુવાદ, ધન્યવાદ : P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust