________________ 20 . ભગવચ્છકરાચાચર ચરિત. ભાવે પ્રતિપાલન કરીશ, તમે સ્વસ્થ દેહે અથવા રોગાદિદ્વારા આકંદ - યેલા દેહે જ્યારે મારું સ્મરણ કરશો ત્યારે હું પોતાનો આચાર પરિત્યાગ કરી, તમારી પાસે અવશ્ય આવીશ. તમે મારા વાકયનો વિશ્વાસ કરે હું તમારા દેહાવસાન કાળે હાજર થઈ તમારી અંત્યેષ્ટિક્રિયા કરીશ.” ત્યાર પછી શંકરે, જનનીના હિતના ખાતર, એક પ્રધાન પીતરાઈ સગાને બોલાવી કહ્યું “આર્ય ! હાલ મારું મન સંન્યાસ ગ્રહણ કરવામાં બીલકુલ આતુર થઈ ગયું છે. હું દૂર જાઉં છું. મારી આ અનાથ ઘરડી તેમના ના રક્ષણવેક્ષણને ભાર આજથી તમારા ઉપર છે મારા ઉપર અનું પણ લાવી મારી જનનીનું રક્ષણાવેલણ તમે કરશો.” એ વાત બોલી, રોતી અસિત નયનવાળી જનની પાસેથી વિદાય થઈ શંકરે ગ્રહત્યાગ કર્યો. શંકરે, યોગબળે જે નદીને ઘરની પાસેના દેવમંદિર પાસે માણી હતી તે નદીના પ્રબલ તરંગે ઘરની પાસે નું મંદિર ભાંગી ગયેલું જોયું કે હું મંદિરના નારાયણવિગ્રહને બીજા સ્થળે સ્થાપી “તું આંહી કાયમ રહે છે - માણેનદીને કહી ત્યાંથી પ્રસ્થાન કર્યું .શંકર આ સમયે સંપૂર્ણ સંસાર વીરાગી થયા. તેના અંતઃકરણમાં નિર્મળ શાંતિ વિરાજવા લાગી, શંકર, દેશગુને વાપાણિ, પાદ, વાયુ, ઉપસ્થ, ચક્ષુ, બોત્ર, વક, નાસિકા, જીહા વિગેરે ઇંદ્રિયોના વ્યાપારનો રોધ કરી વિશુદ્ધ ચિત થયા. રાગ, દેવ, શીત. ઉષ્ણુ વિગેરે પદાર્થ ઉપર સહિષ્ણુતા ઉત્પન્ન થવાથી શંકરનું અંત:કરણ સમાશીલ અને કોમળ થયું. શ્રવણુ મનન વગેરે દ્વારાએ શંકરની ચિતકાગ્રતા થઇ. શંકર ગુરૂ ઉપર અને વેદાંત વાકય ઉપર શ્રદ્ધાશીલ થવાથી એક અપૂર્વ પ્રકૃતિ સંપન્ન થઈ પડયા. શંકરની ગૃહ ઉપરની અને બંધુ વર્ગ ઉપરની મમતા કેવળ વિલય પામી ગઈ. શંકર નિર્જન સ્થળે પરમાત્માના ધ્યાનમાં નિરત રહેવાથી પરમાનંદને ભેગા કરવા લાગ્યા. ' ગેવિંદનાથનાઆશ્રમમાં ગમન. . એકદા શંકર,રંજીત વસ્ત્ર પહેરી દંડ હાથમાં લઈ ભ્રમણ કરતા કરતા નર્મદા નદીના તીરે આવી પહોંચ્યા. તે સમયે પ્રચંડ કિરણવાળા સૂર્યદેવ, પશ્ચિમાચલના શિખર પ્રદેશ ઉપર ચડયા. દૂરના જંગલમાં જુદી જુદી જાતના વૃક્ષો, પત્ર, પુષ્પથી સુશોભિત થઈ, નયનને તૃપ્તિ આપતાં હતાં. પક્ષીઓને અસ્પષ્ટ મધુર ધ્વનિ. વન વાયુના અવાજ સાથે મિશ્રીત થઈ પિતાના કર્ણમાં મધુ ધારા વર્ષ કરતા હતા, પાસે પુરમા નર્માદાનદીમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust