________________ સંન્યાસ ગ્રહણ. ભદ્રાએ અત્યંત ત્વરાથી પુત્રને સંન્યાસ ગ્રહણું કરવાની અનુમતિ આપી. ભાતાની અનુમતિ લઈ શંકરે તક્ષણ મનમાં ને મનમાં સંન્યાસ લીધા. કુંભીર પણ તેને છોડી જલની અંદર ચાલ્યો ગયો એટલે કે તેને મોક્ષ લાભ થયો. બાળક શંકર નદી તટે આવી વારંવાર નિઃશ્વાસ મુકવા લાગ્યા, . અને બાલક સુલભ ભયને અભિનય કરવા લાગ્યા. ભદ્રા, શંકરની આવીરીતની અવસ્થા જોઈ બહુ દુઃખિત થવા લાગી, * ત્યારપછી શંકરે કહ્યું " જનનિ ! સંન્યાસ આશ્રમ લેવાની તમારી અનુમતિ મને મળી છે, હવે વિધિના અનુસારે સંન્યાસ અવલંબન કરવાની ઇરછા રાખું છું તમે આજ્ઞા, આપે હું સંન્યાસી થાઉં અને મારે જે કર્તાવ્યું છે તે સંપન્ન કરું ? પુત્રનાં વચન સાંભળી, જનની ભદ્રાએ શક સંતપ્ત હદયથી પુત્રને કહ્યું “ભાઈ ! તારી જીવન રક્ષા સારું મે સંન્યાસ લેવાની તને અનુમતિ આપી છે, પણ હવે તું ખરેખર મને છોડી દેવાની ઈચ્છા કરે છે તે મને અત્યંત અસહ્ય લાગે છે, તું મારો ત્યાગ કરી દઈશ ત્યારે મારે શી રીતે જીવન નિર્વાહ કરવો તે કહે અને હું તારા શકે પ્રાણ ત્યાગ કરૂં ત્યારે મારી અત્યંષ્ટિ ક્રિયા કોણ કરી દેશે; તે પણ કહે, જનનીની એ વાત સાંભળી શંકરે કહ્યું " જનની હું સંન્યાસ લઈ તમારો ત્યાગ કરીશ પણ મારું પિતૃક ધન જે લોકો લેશે તે તમારે નિર્વાહ ચલાવશે હું ગૃહત્યાગ કર્યું અને ત્યારપછી તમારું મરણ થાય અથવા તમે. હરકોઈ પીડાથી ગ્રસ્ત થાઓ તે અમારા બંધુ બાંધવો તમારી શુશ્રુષા અને. અંત્યેષ્ટિક્રિયા કરશે, " ભદ્રા, શંકરનાં એવાં વાકયો સાંભળી બીલકુલ શકાકુલ થઈ અને બોલવા લાગી, “ભાઈ ! તને મેં સંન્યાસ ગ્રહણ કરવાની. અનુમતી આપી છે ખરી પરંતુ મારા દેહપાત ઉપર તારે મારી પાસે હાજર થઈ રહેવાનું છે અને તારેજ મારી અંત્યેષ્ટિક્રિયા કરવાની છે, તું જ્યારે મારી અંત્યેષ્ટિક્રિયા નહિ કરે ત્યારે તને મેં ગર્ભમાં ધારણ કર્યો તે વિફલ છે, અગરજેકે સંન્યાસીને દેહાદ કાર્યમાં કોઈ રીતનો અધિકાર નથી તેપણ તું અસાધારણ સંન્યાસી ન હોઈ તને હું સાક્ષાત શંકરને. અવતાર જાણું, મારી દાહાદિ ક્રિયા સંપાદન કરવાને તને કહું છું, દાહાદિ કાર્યમાં જનીનો એવી રીતને આગ્રહ જઈ શંકર, જનનીનો માનસિક ખેદ દૂર કરવા સારૂ બોલ્યા “મા! તમે જે આજ્ઞા કરો છો તે આજ્ઞા હું સર્વાનુ 1 એ વિષયમાં મનુએ કહેલ છે કે જીવં સંન્યસ્થ સમા વ વરमोऽस्पृहः सन्यासेनोपहत्येनः प्राप्नोति परमां गतिं. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust