Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
મહાપ્રવચન તરીકે સંબોધ્યાં છે.
ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ડરબન હતા ત્યારે શ્રીમદે તેમને છ પદનો અભ્યાસ કરવાની ભલામણ કરતો પત્ર વિ.સં. ૧૯૫૧ના ફાગણ માસમાં લખ્યો હતો. એ પત્રમાં શ્રીમદ્ લખે છે કે
ગાથા-૪૩
“આત્મા છે', ‘આત્મા નિત્ય છે', ‘આત્મા કર્મનો કર્તા છે', ‘આત્મા કર્મનો ભોક્તા છે', ‘તેથી તે નિવૃત્ત થઈ શકે છે', અને ‘નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે', એ છ કારણો જેને વિચારે કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે.'૧
થાય.
આ પત્રમાં વિવેકજ્ઞાન અથવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે છ પદની વિચારણા કરવી અત્યંત આવશ્યક બતાવી છે. આ છ પદનું નિઃશંકપણું તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ છે. શ્રીમદે આ છ પદની ગંભીર તત્ત્વવિચારણા કરી હતી, એટલું જ નહીં પણ તેનો તેમને કેવો અનન્ય આત્મનિશ્ચય થયો હતો તે તેમની હાથનોંધના નીચેના અનુભવ-ઉદ્ગારથી સ્વયં પ્રકાશિત થાય છે
‘જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય.
જીવનાં નિત્યપણાંનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં
થાય.
જીવનાં ચૈતન્યપણાંનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં
૧૩
તેને કોઈ પણ પ્રકારે બંધદશા વર્તે છે એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય.
તે બંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે નિઃસંશય ઘટે છે, એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય.
મોક્ષપદ છે એ વાતનો કોઈ પણ કાળે સંશય નહીં થાય.'
૧- 'શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૫૨,૪૫૩ (પત્રાંક-૫૭૦)
૨- એજન, પૃ.૭૯૦ (હાથનોંધ-૧, ૨)
Jain Education International
આ છ પદનો નિશ્ચય તે શુદ્ધ સમકિતનું કારણ હોવાથી તે પદોની ગંભીર તત્ત્વવિચારણા કરવી જોઈએ એવો અભિપ્રાય શ્રીમદ્દ્ની હાથનોંધના આ ઉલ્લેખ ઉપરથી સ્વયં સૂચિત થાય છે
ܕܐ
For Private & Personal Use Only
www.jainelibrary.org