Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૨
| ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બાંધે છે. પોતે બાંધેલાં કર્મને ભોગવ્યા વિના તે છૂટી શકતો નથી, એટલે એ કર્મના સંબંધથી જીવની આ દશા થયેલી છે તેનો ખ્યાલ “કોના સંબંધે વળગણા છે?' એ પ્રશ્નની વિચારણામાંથી આવે છે. આના ઉપરથી ત્રીજું તથા ચોથું પદ (કર્તાપણું તથા ભોક્તાપણું) સિદ્ધ થાય છે.
બીજી પંક્તિમાં પુછાયેલ અંતિમ પ્રશ્ન “રાખું કે એ પરહરું?'નો વિચાર કરવાથી મોક્ષમાર્ગની સિદ્ધિ થાય છે. જીવને કર્મની વળગણા તો રહેલી છે. તે વળગણા રાખવી કે છોડી દેવી તે તેના હાથની વાત છે. જો વળગણા રાખે તો સંસાર પ્રાપ્ત થાય અને છોડી દે તો મોક્ષ પ્રાપ્ત થાય. કર્મનું કર્તાપણું તથા ભોક્તાપણું તજવાથી મોક્ષ મળે છે. આમ, કર્મના ઉદયમાં જીવ તણાઈ ન જાય તો તેનું ભોક્તાપણું મટે છે અને તેથી તે કર્મનો કર્તા થતો નથી. કર્મનું કર્તાપણું તથા ભોક્તાપણું તજવું એ મોક્ષનો ઉપાય છે એમ છછું પદ (મોક્ષનો ઉપાય છે) સિદ્ધ થાય છે.
આમ, આ બે પંક્તિમાં છે પદની વિચારણા ગર્ભિતપણે રહેલી છે. શ્રીમદે ૧૭મા વર્ષે કરેલી આ વિચારણા તેમના જીવનમાં તો સતત ચાલતી રહી હશે, પરંતુ લેખિત સ્વરૂપે તે સ્પષ્ટપણે ૨૩મા વર્ષે પ્રગટ થઈ છે. છ પદનો સૌ પ્રથમ ઉલ્લેખ વિ.સં. ૧૯૪૬ના પ્રથમ ભાદરવા માસમાં ધર્મેચ્છક ભાઈ ખીમજી દેવજીને લખેલા એક પત્રમાં શ્રીમદે કર્યો છે –
૧. આત્મા છે. ૨. તે બંધાયો છે. ૩. તે કર્મનો કર્તા છે. ૪. તે કર્મનો ભોક્તા છે. ૫. મોક્ષનો ઉપાય છે. ૬. આત્મા સાધી શકે છે. આ જે છ મહા પ્રવચનો તેનું નિરંતર સંશોધન કરો.”
અહીં આ છ પદને શ્રીમદે “મહા પ્રવચનો' કહ્યાં છે. તે સૂચવે છે કે આ છે પદને શ્રીમદ્ કેવાં મહાન માને છે અને તેને પ્રવચન, અર્થાત્ પ્રકૃષ્ટ આપ્તવચન કહી તેના પ્રત્યે કેવો પરમાદર ધરાવે છે! તેમણે તેનું નિરંતર સંશોધન કરવા માટે કહ્યું. જે સૂચવે છે કે આ છ પદની વિચારણા કરવા ઉપર શ્રીમદ્ કેટલો બધો ભાર મૂકે છે. આ છ પદનું સંશોધન કરવાથી તથા તેનો નિર્ણય અને નિશ્ચય કરવાથી મિથ્યાત્વ છેદી શકાય એવું બળ પ્રાપ્ત થાય છે અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે, તેથી તેમણે તેને ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૨૩ (પત્રાંક-૧૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org