Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૩ મું
સાંસરિક સુખને દુખ કેમ માનવું?
ના વિદ્યુત હુ તુવં મનાઇ રાજા, મહારાજા, ચક્રવતી દેવતા અને ઈન્દ્રના સુખને દુખ માને, આથી સ્વર્ગના સુખ અગર મનુષ્યના સુખ સમ્યગદ્રષ્ટને દુઃખરૂપ હેય. પ્રત્યક્ષ અનુભવથી સુખ દેખાય તેને દુઃખરૂપ મનાય કેમ અનુક્રતાર્થ કુર્ણ અનુકૂળપણે ભેગવાય તે સુખ ને પ્રતિકૂળપણે ભેગવાય તે દુઃખ, એવા સુખે મનુષ્ય અને દેવતામાં રહેલા છે. તે તમે ગણતરીમાં નહીં , ને દુઃખરૂપ કહેશે તે કેણ માને? નારકી તિર્યંચની અવસ્થામાં પ્રતિકૂળપણે દ્વઃખ ભેગવાય છે. તેને દુઃખરૂપ કહે તે માનવામાં અડચણ નથી, પણ અનુભવથી મનુષ્ય દેવકમાં સુખ છે, તે અનુભવથી વિરૂદ્ધ શાસ્ત્રીય ઉપદેશ હોય નહિ. દષ્ટ એટલે પ્રત્યક્ષ પ્રમાણુથી સિદ્ધ થતી વસ્તુ, ઇષ્ટ એટલે અનુભવથી સિદ્ધ થતી વસ્તુ. પાંચે ઈદ્રિયમાંથી કેઈ ઇદ્રિયથી સુખ, એ જાણવાલાયક ચીજ નથી. મનથી વિચારીએ તે મન જડ સ્વભાવ હોવાથી સુખને વેદનારું હોતું નથી. જે જેને વેદે નહિં તે તેને જાણે નહિ, જાણવાનું વેઠવા ૫છી થવાનું. પાંચ ઇન્દ્રિયથી કે મનથી નહીં. કેવળ આત્માથી જ સુખ વેદી જાણી શકાય. પ્રત્યક્ષ અનુભવથી જે પદાર્થો જણાય તે સર્વ પદાર્થથી વિરૂદ્ધ ન હોય, તેવું શાસ્ત્રનું વાક્ય જેવું જોઈએ. એ હિસાબે દેવતા મનુષ્યનાં સુખને દુઃખરૂપ મનાવે તે અનુભવ વિરૂદ્ધ, લક્ષણથી વિરૂદ્ધ ખરૂ નહિ અનુકળપણે ભેગવીયે તે સુખ, એવું જે દેવ-મનુષ્યપણમાં હોય તે સુખ. લક્ષણની અપેક્ષાએ તે સુખ છે, છતાં તમે દુઃખરૂપ કેમ કહે છે? આ શંકાકારે કહ્યું. અનુકુળપણે વેઠાય તેને સુખ કહેવું એ બાહ્ય દષ્ટિથી બાંધેલું લક્ષણ છે.
અંતર્દષ્ટિ સુખનું લક્ષણ ' અંતરદષ્ટિનાં લક્ષણને અંગે વિચારીએ તે પરાધીન ન હોવું જોઈએ. પિતાને પિતાના સ્વરૂપથી લેવું જોઈએ. બીજાના સંગથી થએલું હોવું ન જોઈએ. “
ભ ગવં', સંગથી થયું એટલે પરાધીન, પરાધીનમાં સંયોગ થયે એટલે સુખ, પણ પ્રાપ્ત ન થયા હોય તે દુઃખ, આવીને જાય ત્યારે શેક, અપ્રાપ્ત થાય ત્યાં સુધી ચિતાનું દુઃખ અને પ્રાપ્તમાં ગુલામી અને નાશ થાય એટલે શેક. એક પદાર્થ સારો લાગે, મળે તે ઠીક ચિંતાની