________________
તેર ગુણથી ચૂત ગુણવાળું એટલે પાંચ ગુણવાળું, છ ગુણવાળું યાવત બાર ગુણવાળું ક્ષેત્ર મધ્યમ જાણવું. સાધુઓએ બની શકે તે ઉત્કૃષ્ટ ક્ષેત્રમા, તે ન મળે તે મધ્યમ ક્ષેત્રમાં, અને તે ન મળે તે જઘન્ય ક્ષેત્રમાં પર્યુષણાકલ્પ કરે. પણ હાલના સમયમાં તે ગુરુ મહારાજે આદેશ કરેલા ક્ષેત્રમાં સાધુઓએ પર્યુષણકલ્પ કરે.
આ દસ પ્રકારને ક૫ ત્રીજા ઔષધની પેઠે હિતકારી થાય છે. તે ત્રીજા ઔષધનું દષ્ટાત–
કઈ એક રાજાએ પિતાના પુત્રની અનાગત ચિકિત્સા માટે-રગ ન આવ્યું છતે ભવિષ્યમાં રોગ ન થાય એ હેતુથી ત્રણ વૈદ્યને બોલાવ્યા. તેમાંથી પહેલા વૈધે કહ્યું કે મારું ઔષદ્ય રંગ હોય તે તે રેગને નાશ કરે છે, પણ જે રોગ ન હોય તે ન રોગ ઉત્પન્ન કરે છે” રાજાએ કહ્યું કે સૂતેલા સિંહ જગાડવા સરખુ આ તારુ ઔષધ કાંઈ કામનુ નથી.” પછી બીજા વૈધે કહ્યું-મારુ ઔષધ રોગ હોય તે તેને નાશ કરે છે, અને રેગ ન હોય તે ગુણ અથવા દેષ કાઈ કરતું નથી. રાજાએ કહ્યું કે રાખમાં ઘી નાખવા સરખા આ તારા ઔષધની પણ જરૂર નથી. ત્યારપછી ત્રીજા વૈધે કહ્યું કે-મારુ ઔષધ જે રેગ હોય તે તે રોગને હરે છે, અને રાગ ન હોય તે શરીરમાં બળ વધારે છે, વીર્ય પુષ્ઠ કરે છે, અને કાન્તિની વૃદ્ધિ કરે છે. રાજાએ કહ્યું કે આ ઔષધ ઉત્તમ છે. પછી એ ત્રીજા વૈધનું ઔષધ કરાવ્યું, અને તે વૈદ્યનું ઘણું સન્માન કર્યું. એ ત્રીજા ઔષધની પેઠે આ દસ ક પણ છેષ હોય તે તે દોષને નાશ કરે છે, અને દેવ ન હોય તે ધર્મની પુષ્ટિ કરે છે.
જે કે સાધુઓ વિહાર કરે તે ધણે લાભ થાય, પણ વરસાદના દિવસોમાં ઘણુ જીવ ઉત્પન્ન થાય છે, અને તેથી તે જીની વિરાધના થાય, માટે જ વરસાદના ચાર માસ સાધુઓને એક સ્થાને રહેવાનું કહ્યું
!